વિવાદ/ લાજપોર જેલમાંથી સિવિલ લાવેલા કેદીનું મોત, PM વિના લાશ પરત કરતા વિવાદ

સુરત સેન્ટ્રલ લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયેલા કાચા કામનાં કેદીનું સારવાર દરમ્યાન મોત થયા બાદ લાશ પોસ્ટમોર્ટમ વિના પરત કરતા મોટો વિવાદ ઊભો થયો છે.

Gujarat Surat
1 202 લાજપોર જેલમાંથી સિવિલ લાવેલા કેદીનું મોત, PM વિના લાશ પરત કરતા વિવાદ

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

સુરત સેન્ટ્રલ લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયેલા કાચા કામનાં કેદીનું સારવાર દરમ્યાન મોત થયા બાદ લાશ પોસ્ટમોર્ટમ વિના પરત કરતા મોટો વિવાદ ઊભો થયો છે. પુત્ર સાથે કંઈક અજુગતું બન્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. જ્યારે સિવિલનાં તબીબ મૃતક કેદીને જમીને મળી ગયા હતા. અને તેના પરિવારનાં સભ્યોએ જ પોસ્ટમોર્ટમ માટે ના પાડી હોવાનું જણાવી રહ્યા છે.

1 203 લાજપોર જેલમાંથી સિવિલ લાવેલા કેદીનું મોત, PM વિના લાશ પરત કરતા વિવાદ

ભાવ વધારો / મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

એસએમસી આવાસમાં રહેતા રૂપેશ ધર્મેન્દ્ર બે (ઉ.વ.21) ગત તા. 30મીએ દાના કેસમાં ઉપના પોલીસનાં હાથે પકડાયો હતો. ત્યારબાદ ગત તા. 31મીએ તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો હતો. દરમિયાન જેલમાં તેની ભિત બગડતા ગત તા. 3જીએ તેને સિવિલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ તા. 5મીએ બપોરે સારવાર દરમિયાન રૂપેશનું મોત નીપજ્યું હતું. સિવિલનાં એમઆઈસીયુ વિભાગનો તબીબોએ તેનું મૃત્યુનું કારણ આપી પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના લાશ પરિવારને સોંપી દીધી હતી. જાણકારોનાં કહેવા મુજબ આ પ્રકારનાં કેસમાં પોસ્ટમોર્ટમ કરાવવું અનિવાર્ય હોય છે. પરંતુ સિવિલમાં લાશ પોસ્ટમોર્ટમ વિના સોપી દેવાતા કશુંક રંધાયું હોવાની ગંધ આવી રહી છે. બીજી બાજુ પરિવારે રૂપેશની અંતિમ વિધિ કરી ચૂક્યા છે.

kalmukho str 4 લાજપોર જેલમાંથી સિવિલ લાવેલા કેદીનું મોત, PM વિના લાશ પરત કરતા વિવાદ