હુમલો/ કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના નેતાના ઘર પર ગ્રેનેડથી કર્યો હુમલો,5 ઇજાગ્રસ્ત

સુરક્ષા એજન્શી આતંકવાદીઓની શોધખોળ  કરી રહી છે, અને સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે

Top Stories
kasmir કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના નેતાના ઘર પર ગ્રેનેડથી કર્યો હુમલો,5 ઇજાગ્રસ્ત

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાને નિશાન બનાવ્યાે છે. ગુરુવારે સાંજે આતંકીઓએ રાજૌરીમાં ભાજપના નેતા પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.કાશ્મીરમાં અવાર નવાર ભાજપના નેતા અને કાર્યકરો પર હુમલાો થવાની ઘટના ઘટિત થાય છે ,આજે ફરી એકવાર કાશ્મીરના નેતાને ટાર્ગેટ બનાવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજૌરીમાં ભાજપના નેતા જસબીર સિંહના ઘર પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે આ હુમલાની ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ  હુમલા બાદ સુરક્ષા એજન્શી હરકતમાં આવી ગઇ અને સત્વરે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે , હજી સુધી કોઇ આતંકવાદીઓ પકડાયા નથી. સુરક્ષા એજન્શી આતંકવાદીઓની શોધખોળ  કરી રહી છે, અને સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. કાશ્મીરમાં છેલ્લા ગણા સમયથી ભાજપના નેતાઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. એક બાજુ સેના આતંકવાદીઓન સફાયામાં  લાગી છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે અવારવાર સંઘર્ષ થયા કરે છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા પણ ભાજપના નેતાને નિશાના પર લેવામાં આવ્યા હતા.