BHARAT BANDH/ ભારત બંધની અસર દેખાઇ સાણંદમાં, બજારોમાં જોવા મળ્યો સન્નાટો

ભારત બંધને ગ્રામીય વિસ્તારોમાં સમર્થન સાણંદ ખાતે બજારોમાં સન્નાટો સાણંદના વેપારીઓએ ખેડૂતોને આપ્યું સમર્થન સાણંદ બજારની તમામ દુકાનો બંધમાં જોડાઈ દેશમાં ખેડૂતો જ્યારે દિલ્હીની કેન્દ્ર સરકારને કૃષિ કાયદાને પાછો લેવા આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે તેને લઇને ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ છે. જો કે સમગ્ર દેશમાં આ બંધને અલગ અલગ પ્રતિસાદ મળી રહ્યો […]

Top Stories Gujarat Others
corona 100 ભારત બંધની અસર દેખાઇ સાણંદમાં, બજારોમાં જોવા મળ્યો સન્નાટો

ભારત બંધને ગ્રામીય વિસ્તારોમાં સમર્થન
સાણંદ ખાતે બજારોમાં સન્નાટો
સાણંદના વેપારીઓએ ખેડૂતોને આપ્યું સમર્થન
સાણંદ બજારની તમામ દુકાનો બંધમાં જોડાઈ

દેશમાં ખેડૂતો જ્યારે દિલ્હીની કેન્દ્ર સરકારને કૃષિ કાયદાને પાછો લેવા આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે તેને લઇને ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ છે. જો કે સમગ્ર દેશમાં આ બંધને અલગ અલગ પ્રતિસાદ મળી રહ્યો છે. જો ગુજરાતનાં સાણંદની વાત કરીએ તો અહી APMC એ ભારત બંધને સમર્થન આપ્યુ છે. અહી મોટાભાગની દુકાનો બંધ દેખાઇ રહી છે. અહી તમામ પ્રકારની કાર્યવાહી બંધ કરવામાં આવી છે. એટલે કે જે ખરીદ-વેચાણ બંધ રાખવામાં આવેલ છે.

આપને જણાવી દઇએ કે, કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. જણાવી દઇએ કે, રાજયમાં પ્રવેશવાની તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ દ્વારા જતા આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. સાથો સાથ દરેક જિલ્લાઓમાં પ્રવેશવાનાં તમામ નાકા ઉપર પણ ચેકપોસ્ટો ઉભી કરી દેવામાં આવી છે. રાજયનાં તમામ સીનીયર પોલીસ અધિકારીઓને હેડકવાર્ટર્સ નહીં છોડવા માટે તાકીદ કરી દીધી છે. સરકારી કે જાહેર પ્રોપટીને નુકસાન કરનારા તત્વો સામે સખ્ત પગલા ભરવા માટે પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ભારત બંધ દરમ્યાન જો કોઈ બળજબરીથી બંધ કરાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચિમકી રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉચ્ચારી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો