Covid-19/ કોરોના મહામારી વચ્ચે હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓમાં વધારો

કોરોના મહામારી વચ્ચે હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓમાં વધારો

Health & Fitness Mantavya Vishesh
KEVADIYA SAFARI પાર્ક 9 કોરોના મહામારી વચ્ચે હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓમાં વધારો

કોરોના મહામારી વચ્ચે કોરોના મહામારી વચ્ચે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાઇ ડાયાબિટીસ તથા હાઇ બ્લડપ્રેશરની સમસ્યા ધરાવનારાઓનું કુલ પ્રમાણ અંદાજે 36.80 ટકા જેટલું છે.

ACE-I and ARBs Do Not Increase COVID-19 Mortality - iData Research

  • ગુજરાતમાં દુઃખ દર્દ વધ્યું
  • હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ વધ્યા
  • દેશમાં ગુજરાતમાં ત્રીજો નંબર
  • નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો રિપોર્ટ

હાઇ ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશરના સૌથી વધુ દર્દીઓ ધરાવતાં રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. તાજેતરમાં જારી કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ગુજરાતના શહેરી વિસ્તારમાંથી 8.4 ટકા, ગ્રામ્યમાંથી 7.9 ટકા એમ 8.1 મહિલાઓ 141-160 વચ્ચે એટલે કે હાઇ ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે રાજ્યમાં શહેરોમાંથી 7.6 ટકા, ગ્રામ્યમાંથી 6.1 ટકા એમ 6.7 ટકા મહિલાઓને ખૂબ જ વધુ ડાયાબિટીસ છે. બીજી તરફ, શહેરોમાંથી 17.6 ટકા, ગ્રામ્યમાં 14.6 ટકા એમ 15.80 ટકા મહિલાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ એટલું વધુ છે કે બ્લડશુગરને નિયંત્રણમાં રાખવા તેમને દવાની જરૂર પડે છે. બીજી તરફ, શહેરોમાં હાઈ 9.5 ટકા, વેરી હાઇ 7.3 ટકા, જ્યારે ગ્રામ્યમાંથી 8.5 ટકા પુરુષો હાઇ-6.9 ટકા વેરી હાઇ ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. શહેરોમાંથી 17.5, ગ્રામ્યમાંથી 16.2 એમ સરેરાશ 16.9 ટકા પુરુષોને હાઇ ડાયાબિટીસની સમસ્યા છે.

A Visual Guide to High Blood Pressure

  • હાઇપરટેન્શન ધરાવનારા દર્દીઓ પણ વધ્યા
  • શહેરોમાં4 ટકા, ગ્રામ્યમાં 12 ટકાના મધ્યમકક્ષાના દર્દીઓ

હાઇપરટેન્શન ધરાવનારાઓના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શહેરોમાંથી 11.4 ટકા, ગ્રામ્યમાંથી 12 ટકા મધ્યમ કક્ષાનું, શહેરોમાંથી 3.8 ટકા, ગ્રામ્યમાંથી 5.1 ટકા મહિલાઓ મધ્યમથી વધુ પ્રમાણમાં, જ્યારે શહેરમાંથી 21.10 ટકા, ગ્રામ્યમાંથી 20.10 ટકા મહિલાઓ હાઇ બ્લડપ્રેશરની સમસ્યા ધરાવે છે. આમ, બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે દવાની જરૂર પડતી હોય તેવી મહિલાઓનું પ્રમાણ 20.6 ટકા છે. શહેરોમાંથી 12.7 ટકા, ગ્રામ્યમાંથી 13.3 ટકા પુરુષો મધ્યમ, શહેરોમાંથી 3.9 ટકા, ગ્રામ્યમાંથી 4.8 ટકા મધ્યમથી વધુ, જ્યારે શહેરોમાંથી 20.3 ટકા, ગ્રામ્યમાંથી 20.3 ટકા પુરુષો હાઇ બ્લડપ્રેશરની સમસ્યા ધરાવે છે. આમ, ગુજરાતમાં 20.3 ટકા પુરુષો એવા છે જેમને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે દવા લેવાની જરૂર પડે છે.

Hypertension From Top to Bottom: Don't Ignore Diastolic BP | tctmd.com

  • અમદાવાદમાં પુરુષો કરતાં મહિલાઓને વધુ હાઇ બ્લડપ્રેશર

અમદાવાદમાંથી 20.1 ટકા પુરુષ, 20.3 ટકા મહિલાઓ હાઇ ડાયાબિટીસ, જ્યારે 18.5 ટકા મહિલાઓ અને 16.2 ટકા પુરુષો હાઇ બ્લડપ્રેશરની સમસ્યા ધરાવે છે. ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશરના આ એવા દર્દીઓ છે જેમને નિયંત્રણ માટે દવા લેવી પડે છે. અમદાવાદમાં પુરુષો કરતાં મહિલાઓમાં હાઇ બ્લડપ્રેશર અને હાઇ ડાયાબિટીસનું પ્રમાણ એકંદરે વધારે છે.

Covid-19 / ભાજપનાં દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્…

Covid-19 / સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્…

Kevadiya / સફારી પાર્કના પ્રાણી અને પક્ષીઓના દિલોજાન બનતા આદિવાસી યુવાન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…