બેદરકારી/ વડોદરામાં ઈલેક્શન કાર્ડમાં યુવકના ફોટાને બદલે છપાયું એવું કે, તમે પણ નહીં કરી શકો વિશ્વાસ

વડોદરાના સમાના યુવકે 18 વર્ષ પૂરા થતા કલેક્ટર કચેરીની ઈલેક્શન કાર્ડ કઢાવવા પુરાવા સાથે એપ્લાઈ કર્યું હતું. ત્યારબાદ તે કેનેડા પહોંચી ગયો હતો.

Gujarat Vadodara
ઈલેક્શન કાર્ડ
  • તંત્રની ગંભીર બેદરકારી
  • વડોદરામાં સમાના યુવકે ચૂંટણી કાર્ડ કઢાવ્યું
  • ચૂંટણી કાર્ડમાં તેના ફોટાને બદલે લાઈટ બિલનો ફોટો
  • યુવક ચૂંટણી કાર્ડ માટે અરજી કરી કેનેડા પહોંચ્યો
  • ઈલેક્શન કાર્ડ ફરી કઢાવવા ધરમના ધક્કા 

18 વર્ષ પૂરાં થતાં હોય તેવા યુવકોને ઈલેક્શન કાર્ડ કઢાવવાની કલેક્ટરની ઝુંબેશમાં ગંભીર બેદરકારી જોવા મળી છે. વડોદરાના સમાના યુવકે 18 વર્ષ પૂરા થતા કલેક્ટર કચેરીની ઈલેક્શન કાર્ડ કઢાવવા પુરાવા સાથે એપ્લાઈ કર્યું હતું. ત્યારબાદ તે કેનેડા પહોંચી ગયો હતો. બીજી તરફ ગત બુધવારે તેના ઘરે ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટમાં મોકલાયેલા ઈલેક્શન કાર્ડમાં યુવકના ફોટાની જગ્યાએ લાઈટ બિલનો ફોટો છપાઈને આવતાં પરીવાર મૂંઝવણમાં મુકાયો છે. ચૂંટણી શાખાના છબરડાથી યુવકને ઈલેક્શન કાર્ડ ફરી કઢાવવા ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :ઇલેક્ટ્રિક ગાડી ચલાવનાર લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, જાણો શું છે ઘટના

આપને જણાવી દઈએ કે, આ ચૂંટણી કાર્ડમાં અનેક ભૂલો જોવા મળી હતી. કાર્ડમાં નામ, સરનામું અને ફોટામાં ભૂલો જોવા મળી હતી. આજકાલ અનેક નાગરિકો પોતાનું નવું ચૂંટણી કાર્ડ માટે આખો દિવસ લાઈનમાં ઉભા રહીને ચૂંટણી કાર્ડ કઢાવે છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી ઘણું બધું કહી જાય છે. આ ઘટના વિશે જ્યારે કર્મચારીને પુછવામાં આવ્યું ત્યારે તેને ગરુડા એપમાં ખામી હોવાથી ભૂલ થઈ હોવાનું રટણ કરીને છૂટવાનો પ્રયત્ન કર્યો હતો.

ન્યૂ સમા રોડના ઐયપ્પા ગ્રાઉન્ડની સામેના ક્રિષ્ણા ફ્લેટમાં રહેતા શિરીષકુમાર અમૃતલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બર-2021માં કલેક્ટર કચેરી દ્વારા જે યુવાનોના 18 વર્ષ પૂરાં થઈ ગયાં હોય તેમને ઈલેક્શન કાર્ડ કાઢવાની ઝુંબેશ ચાલી રહી હતી. મારાે દીકરો જય 18 વર્ષનો થઈ ગયો હોવાથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ન્યૂ સમા રોડની નવયુગ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં હું તેને લઈ ચૂંટણી કાર્ડ કઢાવવા પહોંચ્યો હતો.

ઈલેક્શન કાર્ડમાં લાઈટ બિલનો ફોટો માઈક્રો લેવલનો હોવાથી તે કોના ઘરનું છે, તેની તો જાણ નથી. જોકે તંત્રની એક ભૂલના કારણે કેનેડા ગયેલા યુવકને ફરીથી નવું ચૂંટણીકાર્ડ કઢાવવા ધક્કા ખાવા પડશે તે નિશ્ચિત છે.

ચૂંટણી કાર્ડમાં છાપવામાં આવેલા જય પટેલના એડ્રેસમાં છબરડો છે. જેમાં ન્યૂ સમા રોડની જગ્યાએ ફતેગંજ વિસ્તાર લખી દેવામાં આવ્યો છે. આમ ફોટો ઉપરાંત એડ્રેસ પણ ખોટું છપાઈને આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી શાખા દ્વારા આ પ્રકારની ગંભીર ભૂલો કરવામાં આવી હોવાનું આ પહેલાં પણ અનેક વખત બહાર આવ્યું છે.

આ પણ વાંચો :  કામરેજ નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ કરી યુવતીની હત્યા, અને પછી કર્યું એવું કે…

આ પણ વાંચો : વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા સાઈટની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આ પણ વાંચો :સાયલા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં નવીન બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો

આ પણ વાંચો :STમાં નોકરી અપાવવાનું કૌભાંડ ? સ્ટિંગ ઓપરેશનમાં નિગમના પૂર્વ ડિરેક્ટરે પૈસા લીધાનો કર્યો એકરાર