Not Set/ કાબુલમાં આત્મઘાતી હુમલો, 40લોકોના મોત, લાશોના ટુકડા હુવામાં ઉછળ્યા

અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક આત્મઘાતી હુમલામાં 40 લોકોના મોત થયા છે અને 140 જેટલા લોકો ઘાયલ થયા છે. તાલીબાને દાવો કર્યો છે કે, તેણે આ હુમલાને અંજામ આપ્યો છે. એક એમ્બ્યુલન્સની અંદર બોમ્બ રાખીને ધમાકો કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, આંતરિક મંત્રાલયની જૂની ઈમારત પાસે આ આત્મઘાતી બોમ્બ હુમલો કરવામાં આવ્યો છે. જે […]

Top Stories
kabul કાબુલમાં આત્મઘાતી હુમલો, 40લોકોના મોત, લાશોના ટુકડા હુવામાં ઉછળ્યા

અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક આત્મઘાતી હુમલામાં 40 લોકોના મોત થયા છે અને 140 જેટલા લોકો ઘાયલ થયા છે.

તાલીબાને દાવો કર્યો છે કે, તેણે આ હુમલાને અંજામ આપ્યો છે. એક એમ્બ્યુલન્સની અંદર બોમ્બ રાખીને ધમાકો કરવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે, આંતરિક મંત્રાલયની જૂની ઈમારત પાસે આ આત્મઘાતી બોમ્બ હુમલો કરવામાં આવ્યો છે.
જે લોકોએ આ ધમકાને નજરે જોયો છે. તે લોકોનું કહેવું છે, કે જયારે બોમ્બ ધમાકો થયો ત્યારે અહી ખુબ ભીડ હતી લોકોની લાશોના ટુકડાઓ હવામાં ઉછળ્યા હતાં. શહેરની ચારેતરફ ધુમાડો જોઈ શકાય છે.

અધિકારીઓનું કહેવું છે કે, 140 જેટલા લોકો ઘાયલ થયાં છે, કેટલા લોકોની હાલત ખુબ જ ગંભીર છે. મૃતકનો આંકડો વધી શકે છે. ઘાયલ થયેલા લોકોને હાલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યાં છે.