#ISROMissions/ ISROનું પુષ્પક એરક્રાફ્ટ સફળતાપૂર્વક થયું લોન્ચ, ભારતના 21મી સદીના આ એરક્રાફ્ટની જાણો ખાસિયત

ISRO એ આજે પુષ્પક એરક્રાફ્ટ (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ISRO એ આજે સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ લેન્ડિંગ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

Top Stories India
YouTube Thumbnail 2024 03 22T101251.060 ISROનું પુષ્પક એરક્રાફ્ટ સફળતાપૂર્વક થયું લોન્ચ, ભારતના 21મી સદીના આ એરક્રાફ્ટની જાણો ખાસિયત

ISRO પુષ્પક એરક્રાફ્ટ : ISRO એ આજે પુષ્પક એરક્રાફ્ટ (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ISRO એ આજે સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ લેન્ડિંગ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. તેને ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યું હતું જે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ત્રેતાયુગના પુષ્પક વિમાન સમાન ISROના પુષ્પક એરક્રાફ્ટને આજે લોન્ચ કરવામાં આવ્યું છે. 21મી સદીમાં ફરી એકવાર પુષ્પક વિમાનની ચર્ચા શરૂ થઈ છે.

ખરેખર, ISRO એ આજે પુષ્પક વિમાન (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. ISROએ આજે સવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં પુષ્પક એરક્રાફ્ટને લોન્ચ કર્યું. RLV LX-02 લેન્ડિંગ પ્રયોગના પ્રારંભ સાથે, પુનઃઉપયોગ કરી શકાય તેવા લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે.

ISRO પુષ્પક એરક્રાફ્ટની ખાસિયત
પુષ્પક પુનઃઉપયોગી લોન્ચિંગ એરક્રાફ્ટ છે. તે એક વિમાન છે જે પાંખોવાળા વિમાન જેવું લાગે છે. 6.5 મીટરની લંબાઈ ધરાવતા આ વિમાનનું વજન 1.75 ટન છે.
આજે આ એરક્રાફ્ટની રોબોટિક લેન્ડિંગ ક્ષમતાનું વધુ જટિલ પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અવકાશમાં પ્રવેશને આર્થિક બનાવવા માટે આ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ એક ફરીથી વાપરી શકાય તેવું લોન્ચિંગ વાહન છે, જેનો ઉપરનો ભાગ સૌથી મોંઘા સાધનોથી સજ્જ છે. તેને પૃથ્વી પર પાછું લાવવામાં આવે છે અને તેને આર્થિક બનાવીને ફરીથી વાપરી શકાય તેવું બનાવવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અવકાશમાં કાટમાળને ઓછો કરશે. તે પછીથી અવકાશમાં ઉપગ્રહને રિફ્યુઅલ કરવામાં અથવા તેને સમારકામ માટે પાછો લાવવામાં પણ મદદ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…