World Biggest Beggar/ ITએ પાડ્યો દરોડો અને 460 કરોડ રોકડા મળતા મળ્યો વિશ્વનો સૌથી અમીર ભીખારી

એક વ્યક્તિએ 22 કરોડની મિલકતની નોંધણી કરાવતા તરત જ તે આવકવેરા વિભાગની આંખે ચઢ્યો હતો. તેના પગલે આવકવેરા વિભાગે તે વ્યક્તિને ત્યાં દરોડા પાડ્યા તો તેમને મળ્યો વિશ્વનો સૌથી અમીર ભીખારી. હા, આ વિશ્વના સૌથી અમીર ભીખારીનું નામ છે ભરત જૈન. આવકવેરા વિભાગને તેના ઘરમાંથી જ 460 કરોડ રોકડા મળ્યા. આના પગલે આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું.

Ajab Gajab News Trending
World biggest Beggar ITએ પાડ્યો દરોડો અને 460 કરોડ રોકડા મળતા મળ્યો વિશ્વનો સૌથી અમીર ભીખારી

મુંબઈઃ એક વ્યક્તિએ 22 કરોડની મિલકતની World Biggest Beggar નોંધણી કરાવતા તરત જ તે આવકવેરા વિભાગની આંખે ચઢ્યો હતો. તેના પગલે આવકવેરા વિભાગે તે વ્યક્તિને ત્યાં દરોડા પાડ્યા તો તેમને મળ્યો વિશ્વનો સૌથી અમીર ભીખારી. હા, આ વિશ્વના સૌથી અમીર ભીખારીનું નામ છે ભરત જૈન. આવકવેરા વિભાગને તેના ઘરમાંથી જ 460 કરોડ રોકડા મળ્યા. આના પગલે આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું.

આ ભરત જૈનનું સામ્રાજ્ય જાણશો તો ચોંકી જશો. World Biggest Beggar ભરત જૈન બીઇની ડિગ્રી ધરાવે છે એટલે કે તે એન્જિનીયરિંગ ડિગ્રી ધારક છે. બીજી વાત તો તેનાથી પણ વધારે આશ્ચર્યજનક છે. તેણે પોતાના ભીખ માંગવાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે કોલકાતામાંથી આઇઆઇએમ કર્યુ છે. કોલકાતા આઇઆઇએમમાં તે એ રેન્ક હોલ્ડર હતો. તેની માસિક આવક જ સાત કરોડ રૂપિયા છે અને તે પણ ટેક્સ ફ્રી.

આજે તેના હાથ નીચે કુલ 18,000 ભીખારીઓની ફોજ છે. તે World Biggest Beggar દરેક ભીખારી પાસેથી દરરોજની ભીખમાંથી 20 ટકા રકમ વસૂલે છે. આમ તેણે ભીખ માંગવાના મોરચે ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડેલ અપનાવ્યું છે. આ સિવાય તે ભીખારીને બદલામાં ધારાવીમાં સારુ ઘર અને ત્રણ વખત જમવાનું આપે છે. તેની પાસે મુંબઈમાં આઠ વિલા છે. 18 લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે અને તે ભાડે આપેલા છે. તેના પોતાના બે સ્વતંત્ર બંગલા છે. એને ચાર પત્નીઓ છે. તાજેતરમાં તેણે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં આંતરરાષ્ટ્રીય ભીખ વ્યવસાય સંગઠન શરૂ કર્યુ છે.

 

આ પણ વાંચોઃ સાઇબર સંજીવની અભિયાન/સાયબર ક્રાઈમના ગુના અટકાવવા વરાછામાં પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન

આ પણ વાંચોઃ બનાસકાંઠા/રેલવે વિભાગ કંબોઈ ઉબરી રેલ્વે પુલની તપાસ, પણ કેમ એજન્સીનું નામ તેમજ કયા રેલ કર્મચારીઓ સમક્ષ થયું કામ તે મીડિયાથી કેમ ગુપ્ત???

આ પણ વાંચોઃ દુર્ઘટના ટળી/સુરતના ઉધના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી, સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી

આ પણ વાંચોઃ શિક્ષણ થકી સમાજ ઉત્થાન/ઠાકોર સમાજના યુવાનો શિક્ષણ માટે બન્યા સજજ ડિજિટલ ટ્રાજેકશનથી સીધું દાન ખાતામાં લાવશે

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર/નવાબી શોખવાળા ભષ્ટાચારી તુલસીદાસ મારકણા, ઘરે અડધા કરોડ રૂપિયા સહિત દારૂની 12 બોટલ મળી આવી