માઠા સમાચાર/ બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ

બનાસકાંઠા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની કહેર ભયંકરતા વર્તાવી શે. તો ત્રીવર વાવાઝોડા અસર સાથે પડેલ 8 ઈંચ વરસાદે જીલ્લાના દિયોદર પંથકમા ખેતરો ઊભેલા તૈયાર બાજરીના પાકોનો સત્યા નાશ વાળી દીધો છે.સ

Gujarat Others
Untitled 127 બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ગ્રામીણ  વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે, પાકના નુકસાનનો સર્વે કરવાવામાં આવે અને ખેડૂતોને નુકસાન વળતર આપવામાં આવે.. નહી તો ખેડૂતોને મરવાનો વારો આવશે.

Untitled 127 1 બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ

બનાસકાંઠા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની કહેર ભયંકરતા વર્તાવી શે. તો ત્રીવર વાવાઝોડા અસર સાથે પડેલ 8 ઈંચ વરસાદે જીલ્લાના દિયોદર પંથકમા ખેતરો ઊભેલા તૈયાર બાજરીના પાકોનો સત્યાનાશ વાળી દીધો છે.સતત  ત્રણ દિવસ સુધી પડેલા ભારે પવન સાથે વરસાદથી ખેતીના પાકોને ભારે નુકશાન જોવા મળી રહ્યું છે. દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેતરોમાં બીપોરજોયે ની વિનાશ થી અને ભારે પવન અને વરસાદે ખેડૂતોને પાકો માં મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે  ચીભડા ગામે તૈયાર મહામુલો બાજરીના ઉભા પાક નો સોથ વાળ્યો છે.

Untitled 127 બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ

બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. જ્યાં ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલા લોકો વસે છે.  પણ છેલ્લા ઘણાં વર્ષોથી એક પછી એક કુદરતી આપત્તિઓનો સામનો અહીના લોકો કરી રહ્યા છે.જેને લઈ જિલ્લાના ખેડુતો મોટા પ્રમાણમાં બાજરીના પાકો નું વાવેતર કરવામાં આવે છે.બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે ખેડૂતોએ હજારો હેક્ટરો જમીનમાં ઉનાળુ બાજરીના પાક નું વાવેતર કર્યું હતું અને તેની કાપણી અને લણણી ચાલુ હતી. તેવા સમયે બિપોરજોય નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું જેને લીધે જિલ્લામાં સતત ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને ખેડૂતોના તૈયાર કરેલા બાજરીના  પાકો માં વરસાદી પાણી ફરી વળ્યા . જેથી તમામ ઉનાળુ બાજરીનો પાક નિષ્ફળ ગયો છે. દિયોદરના ચીભડા પંથકના ખેડૂતો ને મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે .

Untitled 128 બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ

મહત્વનું છે કે  બિપોરજોય વાવાઝોડા ના લીધે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાયો. હજારો હેક્ટરમાં ઊભેલા બાજરીના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયાનું જાણવા મળે છે.ખેડૂતો ની માંગ શે કે સરકાર અમારા નિષ્ફળ ગયેલા બાજરીના પાકો નું તાત્કાલિક  સર્વ હાથ ધરાઈ  સહાય આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:મહેસાણામાં પરિણીતાને ભગાડી જવામાં મદદગારીની શંકામાં યુવક પર હુમલો

આ પણ વાંચો:સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચો:રાજકોટમાં ફર્નિચરના કારખાનામાં લાગી ભીષણ આગ, પાર્ક કરેલા વાહનો થયા બળીને ખાક

આ પણ વાંચો:ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં નવસારીમાં પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયો

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા 32 કરોડના કોકેઇનના જથ્થા સાથે બ્રાઝિલના નાગરીકની ધરપકડ