Palanpur/ નદીમાં ન્હાવા જવું પડ્યું ભારે, બે યુવકો મોતને ભેટ્યાં

પાલનપુરના બાલારામ પાસે નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. બંનેના મૃતદેહો બહાર કાઢી પાલનપુર સિવિલ હોસ્પિટલ…

Gujarat
YouTube Thumbnail 2024 01 15T181108.597 નદીમાં ન્હાવા જવું પડ્યું ભારે, બે યુવકો મોતને ભેટ્યાં

Banaskantha News: પાલનપુરના બાલારામ પાસે નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. બંનેના મૃતદેહો બહાર કાઢી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બાલારામ નજીક ધારમાતા પાસે નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબવાથી મોત થતાં નજીકના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ પાલનપુર તાલુકા પોલીસને કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

WhatsApp Image 2024 01 15 at 6.14.53 PM નદીમાં ન્હાવા જવું પડ્યું ભારે, બે યુવકો મોતને ભેટ્યાં

મળતી માહિતી મુજબ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકો પરપ્રાંતિય હોવાનું જણાયું છે. તેઓ પાલનપુર ખાતે તિબેટિયન માર્કેટમાં કામ કરતા હતા. આ યુવકોમાંના એક બિહાર અને મિઝોરમના હોવાનું માલૂમ પડ્યું છે. યુવકોનું મૃત્યુ કેવી રીતે થયું તેની સમગ્ર તપાસ પાલનપુર તાલુકા પોલીસે હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો