New Delhi/ કોર્ટના જજો પર ગંભીર આરોપ લગાવનારા વકીલને જેલની સજા

દિલ્હી હાઈકોર્ટે એક વકીલને જ જેલની સજા ફટકારી છે. મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટના અપમાન સંદર્ભે દોષી વકીલને છ મહિનાની જેલની સજા સંભળાવી છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 11T132306.266 કોર્ટના જજો પર ગંભીર આરોપ લગાવનારા વકીલને જેલની સજા

@નિકુંજ પટેલ

દિલ્હી હાઈકોર્ટે એક વકીલને જ જેલની સજા ફટકારી છે. મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટના અપમાન સંદર્ભે દોષી વકીલને છ મહિનાની જેલની સજા સંભળાવી છે. એટલું જ નહી વકીલને દંડ પણ ફટકાર્યો છે. એક અરજીમાં વકીલે જજો ઉપર જ ગંભીર આરોપ લગાવ્યા હતા.

એડવોકેટ વીરેન્દ્ર સિંહ તરફથી એક અપરાધિક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં 14 જુલાઈ 2022ના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી હતી. આ અરજીમાં કેટલાય જજો પર મનમાની કરવાનો વ્યવહાર અને ભેદભાવ જેવા આરોપ મુકવામાં આવ્યા હતા અને તેમના નામ પણ સામેલ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન જજે વકીલને પુછ્યું કે આ આરોપો તે પરત લેવા માગે છે ત્યારે વકીલ વીરેન્દ્ર સિંહે ઈન્કાર કરી દીધો.

તે સમયે જજને લાગ્યું હતું કે આરોપી પિડીતા અરજકર્તા નથી, પરંતુ વકીલ વીરેન્દ્ર સિંહની સલાહથી આ આરોપો લગાવ્યા હતા. જજે કોર્ટના અપમાનની નોટીસ ઈશ્યુ કરી અને આ મામલે ડિવીઝન બેન્ચ સમક્ષ રાખવાનો આદેશ આપ્યો.મંગળવારે જસ્ટીસ સુરેશ કુમાર કૈત અને જસ્ટીસ શૈલેન્દ્ર કૌર આ સંદર્ભે સુનાવણી કરી રહ્યા હતા. તેમણે નોંધ્યું કે વકીલને માફી માંગવાનો પણ મોકો આપવામાં આવ્યો હતો, પરંતુ સિંહે માપી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે આ દર્શાવે છે કે વકીલને કોઈ પસ્તાવો નથી.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અપમાન કરનારાને પોતાના કરેલા કૃત્ય પર પસ્તાવો નથી. જેને કારણે અમે તેને રૂ.2000 ના દંડ સાથે છ મહિનાની સજા સંભળાવીએ છીએ. જો તે દંડ ન ભરે તો તેને વધુ સાત દિવસ જેલમાં રહેવું પડશે. અપમાન કરનારા વકીલની અટક કરીને તેને તિહાર જેલના એસપીને સોંપવા જણાવાયું હતું.બીજીતરફ ડિવીઝન બેન્ચે એ તર્ક માનવાનો ઈન્કાર કરી દીધો હતો કે જે આરોપ લગાવવામાં આવ્યા છે તે પિડીત સાથે થયેલા અન્યાયને દર્શાવવા માટે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….