Mount Everest/ 55 વર્ષની ઉંમરે તોડ્યો રેકોર્ડ, જયોતિ રાત્રેએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, જાણો તેમના સંઘર્ષની કહાની

માઉન્ટ એવરેસ્ટ પર પંહોચવાની દરેક લોકોની ઇચ્છા હોય છે. પરંતુ તમામને આ સિદ્ધિ મળતી નથી. જયોતિ રાત્રે નામની મહિલાએ 55 વર્ષની ઉમંરે માઉન્ટ એવરેસ્ટ પર પંહોચવાની અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

Trending Ajab Gajab News
Beginners guide to 2024 05 20T140819.371 55 વર્ષની ઉંમરે તોડ્યો રેકોર્ડ, જયોતિ રાત્રેએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, જાણો તેમના સંઘર્ષની કહાની

માઉન્ટ એવરેસ્ટ પર પંહોચવાની દરેક લોકોની ઇચ્છા હોય છે. પરંતુ તમામને આ સિદ્ધિ મળતી નથી. જયોતિ રાત્રે નામની મહિલાએ 55 વર્ષની ઉમંરે માઉન્ટ એવરેસ્ટ પર પંહોચવાની અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જ્યોતિ રાત્રેનો માઉન્ટ એવરેસ્ટ સર કરવા અગાઉ પણ પ્રયાસ કર્યા છે. જ્યોતિ રાત્રેએ 19 મેના રોજ સવારે 6.30 વાગ્યાની આસપાસ 8,848.86 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂકતા અદભૂત પરાક્રમ કર્યુ. આમ કરી તેમણે 53 વર્ષીય સંગીતા બહલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કર્યો.

ગત વર્ષે પણ જયોતિ રાત્રેએ માઉન્ટ એવરેસ્ટ પંહોચવા પ્રયાસ કર્યો હતો પરંતુ ખરાબ હવામાનના કારણે તેમને પાછા ફરવું પડ્યું. જ્યોતિ રાત્રે તેના બીજા પ્રયાસમાં 2023ની શરૂઆતમાં ખરાબ હવામાનને કારણે 8,160 મીટરની ઊંચાઈથી પાછા ફરવું પડ્યું હતું. પરંતુ આ વખતે પણ તેના માટે શિખર પર ચઢવું સરળ નહોતું, ભારે પવનને કારણે રાત્રેને 4 રાત સુધી 7,800 મીટરની ઉંચાઈ પર લોત્સે કેમ્પમાં રહેવું પડ્યું. જ્યોતિ રાત્રેના પતિ કેકે રાત્રે કહે છે કે શિખર પર પહોંચતા પહેલા તેઓએ એવરેસ્ટ કેમ્પ-4 (8000 મીટરથી ઉપર)માં એક રાત રોકવી પડી હતી.

mountaineer jyoti ratre

જ્યોતિ રાત્રએ માઉન્ટ એવરેસ્ટ પર પંહોચવા એક ટીમ બનાવી હતી. બોલિવિયાના પર્વતારોહક ડેવિડ હ્યુગો અયાવીરી ક્વિસ્પેની આગેવાની હેઠળ 15 સભ્યોની અભિયાન ટીમ સાથે મળીને જ્યોતિ રાત્રેએ માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવ્યો છે. તેમને ક્લાઇમ્બિંગ ગાઈડ લાક્પા નુરુ શેરપા, મિંગ નુરુ શેરપા અને પાસંગ તેનઝિંગ શેરપા દ્વારા મદદ કરવામાં આવી છે.

કેકે રાત્રેએ વધુમાં જણાવ્યું કે જ્યોતિની પર્વતારોહક બનવાની સફર કોરોના સમયગાળા દરમિયાન શરૂ થઈ હતી. આ પછી તેણે પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપ્યું. તેણીએ દિવસ-રાત મહેનત કરી અને પર્વતારોહક બનવા માટે નીકળી પડી. ગયા વર્ષે તે ખરાબ હવામાનને કારણે નિષ્ફળ ગઈ હતી, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં જ્યોતિએ તેનું મન બનાવી લીધું અને વધુ એક વખત પ્રયાસ કરવાનું નક્કી કર્યું. પર્વતારોહક હોવાની સાથે તે એક આંત્રપ્રિન્યોર પણ છે. તે ભોપાલમાં સ્કૂલ યુનિફોર્મનો બિઝનેસ કરે છે.

રાટ્રેએ અન્ય શિખરો જેમ કે આઇલેન્ડ પીક, એલ્બ્રસ, કિલીમંજારો અને કોસિયુઝ્કો પણ જીતી લીધા છે. જ્યોતિ રાત્રે 2021 માં 52 વર્ષની ઉંમરે વિશ્વના બે સૌથી મહત્વપૂર્ણ શિખરો – માઉન્ટ એલ્બ્રસ (5,642 મીટર) અને માઉન્ટ કિલીમંજારો (5,895 મીટર) – પર ચડ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ ‘સંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ’

આ પણ વાંચો: હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 Live: 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન