ગુજરાત/ કેવડિયાને બનાવવામાં આવશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, જાણો શું લાભ થશે

ગુજરાત માં ફરવા લાયક સ્થળો ઘણા છે .તેમાં પણ  સ્ટેચ્યૂ ઓફ યુનિટીને  કારણે આખા વિશ્વમાં કેવડિયાને  એક અલગ ઓળખ ઉભી કરી  છે. આ વિસ્તારનો મોટોભાગ જંગલો અને લીલોત્તરીથી છવાયેલો જોવા મળે  છે. આ જગ્યા  ખુબ જ  હરિયાળી હોવાના લીધે  પ્રવાસીઓને આકર્ષવામાં સફળ બનતી જોવા મળી રહી છે  . હવે પીએમ મોદીએ ) પર્યાવરણ દિવસે  કેવડિયાને […]

Gujarat Others
Untitled 53 કેવડિયાને બનાવવામાં આવશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, જાણો શું લાભ થશે

ગુજરાત માં ફરવા લાયક સ્થળો ઘણા છે .તેમાં પણ  સ્ટેચ્યૂ ઓફ યુનિટીને  કારણે આખા વિશ્વમાં કેવડિયાને  એક અલગ ઓળખ ઉભી કરી  છે. આ વિસ્તારનો મોટોભાગ જંગલો અને લીલોત્તરીથી છવાયેલો જોવા મળે  છે. આ જગ્યા  ખુબ જ  હરિયાળી હોવાના લીધે  પ્રવાસીઓને આકર્ષવામાં સફળ બનતી જોવા મળી રહી છે  . હવે પીએમ મોદીએ ) પર્યાવરણ દિવસે  કેવડિયાને એક નવું નજરાણું આપવાનું આહ્વાન કર્યું છે. કેવડિયા હવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રીક વ્હીકલ શહેર બનશે અને ભવિષ્યમાં અહીં માત્ર બેટરી આધારિત કાર, બસ અને બાઇક જ ચાલશે. પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતને લઇને PM નરેન્દ્ર મોદીએ આ મોટી જાહેરાત કરી  છે ..

પર્યાવરણ દિવસ નિમિત્તે સંબોધનમાં દેશની પહેલી ઈલેક્ટ્રિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભવિષ્યની એક યોજના અંગે હું જાણકારી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આવનારા સમયમાં આ શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો જ ચાલશે. મહત્ત્વનું છે કે, આ જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવિડયામાં ફક્ત ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું.

કેવડિયામાં દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ ટુરિઝમ ઈનિશિએટિવ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાં ઇકો ફ્રેન્ડલી ઈ-બાઇક્સનો પણ શુભારંભ કરવામાં આવ્યું હતું. માહિતી પ્રમાણે, હાલ કેવડિયામાં ઈબાઇક્સની સર્વિસ આપવામાં આવે છે. જેનું બે કલાકનું ભાડું 1500 રૂપિયા છે.