Air India/ જાણો શા માટે દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોએ એર ઈન્ડિયા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા…

 મોડી રાત્રિથી દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે. લંડનથી આવેલા 700 જેટલા મુસાફરો પરેશાન થયા છે. જેમાં કેટલાક ગુજરાતી મુસાફરો એર ઇન્ડિયા ફલાઈટમાં રાત્રે 3 વાગે દિલ્હી પહોંચ્યા…

Top Stories Gujarat Trending
YouTube Thumbnail 2024 01 14T160234.702 જાણો શા માટે દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોએ એર ઈન્ડિયા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા...

New Delhi News:  મોડી રાત્રિથી દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે. લંડનથી આવેલા 700 જેટલા મુસાફરો પરેશાન થયા છે. જેમાં કેટલાક ગુજરાતી મુસાફરો એર ઇન્ડિયા ફલાઈટમાં રાત્રે 3 વાગે દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન એરલાઈન્સવાળાઓની મનમાનીનો શિકાર મુસાફરો બન્યા હતા.

મળતી વિગતો મુજબ આજે બપોરના 1 વાગ્યા સુધી ફલાઇટોનું શિડયુલ ખોરવાયેલું રહ્યું હતું. જેથી તેના પછીની દિલ્હી- અમદાવાદની ફ્લાઈટોનું શિડયુલ પણ ખોરવાયું હતું. ફ્લાઈટનો શિડયુલ ખોરવાયો હોવા છતાં મુસાફરોને કોઈ સુવિધા આપવામાં આવી નહોતી. જોકે, અન્ય ફ્લાઈટ સમયસર ઉપડતી હોવા છતાં એર ઇન્ડિયાએ ફોગ હોવાનું પોકળ બહાનું કાઢી ફ્લાઈટ ટેક-ઑફ કરી ન હતી.

WhatsApp Image 2024 01 14 at 4.03.39 PM જાણો શા માટે દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોએ એર ઈન્ડિયા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા...

ઉત્તરાયણનો પર્વ માણવા લંડનથી ગુજરાતીઓ વતનમાં આવ્યા હતા. ફ્લાઈટ ટેક-ઑફ ન કરવાથી મોટી સંખ્યામાં માદરે વતન આવતા ગુજરાતીઓની ઉતરાયણની મજા બગડી હતી. એર ઇન્ડિયાની મનમાનીને લઈ યાત્રીઓની ઉતરાયણની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. જેને લઈ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર હંગામો મચાવી એર ઈન્ડિયા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

એર ઈન્ડિયા એરલાઈન્સે વહેલી સવારે ફોગનું પ્રમાણ વધુ હોય છે તેવું કારણ હાથ ધર્યુ હતું. માત્ર એર ઇન્ડિયાની ફ્લાઈટો ઉપડતી નહોતી તેવી મુસાફરોએ ફરિયાદ કરી હતી. જેથી યાત્રિકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gandhinagar/ગાંધીનગર LCBની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો, હેરાફેરી માટે અજમાવી ગજબની તરકીબ

આ પણ વાંચો:Uttarayan celebration/કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો:Uttarayan/ઉત્તરાયણનો પર્વ બે પરિવારો માટે ગમગીની લાવનારૂં બન્યું

આ પણ વાંચો:હળવદ શહેરમાં મકરસંક્રાતિ નિમિત્તે બાળકોને પતંગ, ફિરકીનું વિતરણ કરાયું