Video/ લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, જુઓ વીડિયો

પોલીસ કર્મચારી છુટા હાથે બુલેટ ચલાવી રહ્યા છે જો આ કરતા સમયે કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ તેને લઈને પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.

Gujarat Surat
Untitled 76 લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, જુઓ વીડિયો

@અમિત રૂપાપરા 

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બન્યા બાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે. સુરત પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રસ્તા પર જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા હોય તેવા નબીરાઓ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં પોલીસ કર્મચારી જ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કારણ કે, જો રસ્તા પર કોઈ વ્યક્તિ ઓવર સ્પીડમાં વાહન ચલાવે છે અથવા તો કોઈ સ્ટંટ કરે છે તો તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં પોલીસ કર્મચારી જ યુનિફોર્મમાં બુલેટ પર છૂટા હાથે વાહન ચલાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે શહેર પોલીસ દ્વારા આ પોલીસ કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું?

સુરતના પોલીસ કર્મચારીનો યુનિફોર્મમાં છુટા હાથે બુલેટ ચલાવતો જે વિડિયો વાયરલ થયો છે તે વીડિયો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારનો હોવાનું ચર્ચાએ રહ્યું છે અને વીડિયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે’ કઈ રીતે પોલીસ કર્મચારી છુટા હાથે બુલેટ ચલાવી રહ્યા છે જો આ કરતા સમયે કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ તેને લઈને પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. કારણકે પોલીસની જે જવાબદારી શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાની હોય છે અને જો પોલીસ કર્મચારી છે આ પ્રકારે નિયમ ભંગ કરશે તો કાયદાનું પાલન કોણ કરશે.

હાલ આ વિડીયો ક્યારનો છે તે જાણવા મળ્યું નથી પરંતુ તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે વીડિયોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવા માટે શરૂ બાઇક પર અલગ અલગ સ્ટંટ કરતા યુવાનોના વિડીયો જે વાયરલ થયા હતા. તે વિડીયો વાયરલ થયા બાદ જ પોલીસ દ્વારા આવા યુવાનોને તાત્કાલિક જ પકડવામાં આવ્યા હતા અને તેમની પાસે માફી પણ મંગાવવામાં આવી હતી. ત્યારે હવે ખુદ પોલીસ કર્મચારીનો જ યુનિફોર્મમાં છુટા હાથે બુલેટ ચલાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા આ પોલીસ કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં?

નોંધ:આ વીડિયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

આ પણ વાંચો:દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, મળ્યા બેના મૃતદેહ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

આ પણ વાંચો:સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ