LRD Recruitment Scam/ રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીનું કૌભાંડ

રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં 2021માં LRDમાં બોગસ ભરતીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બનાવટી નિમણૂકપત્રના આધારે LRDમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Gujarat Rajkot
LRD Recruitment Scam રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીનું કૌભાંડ

રાજકોટઃ રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીના LRD Recruitment Scam કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં 2021માં LRDમાં બોગસ ભરતીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બનાવટી નિમણૂકપત્રના આધારે LRDમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મામલાનો પર્દાફાશ પ્રદીપ મકવાણા નામનો યુવાન 19 ઓગસ્ટે બોગસ કોલ લેટર લઈ આવ્યો ત્યારે થયો હતો. તેના કોલ લેટરની સાથે દસ્તાવેજોની ચકાસણી થતી હતી ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કોલ લેટર શંકાસ્પદ LRD Recruitment Scam જણાતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેના પછી બોસ કોલ લેટરથી ભરતી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસે ચાર શખ્સોની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રદીપના સંબંધીએ ચાર લાખમાં સેટિંગ કરાવ્યું હતું. પ્રદીપના સંબંધીએ ગાંધીનગરથી કોલ પણ કરાવ્યો હતો. આશ્ચર્યની વાત તો LRD Recruitment Scam એ હતી કે આરોપી પ્રદીપ મકવાણાએ પરીક્ષા પણ આપી ન હતી. લોકરક્ષકની પરીક્ષા પાસ કરી ન હોવા છતાં પણ તેનો ઓર્ડર નીકળી ગયો હતો. નિમણૂકનો આ બોગસ ઓર્ડર ચાર લાખમાં બન્યો હતો. અત્યાર સુધી આવા 29 ઓર્ડર બનાવાયા હોવાનો સામે આવ્યો છે. ભાવેશ ચાવડા નામના બીજા વ્યક્તિએ ટપાલ દ્વારા બોગસ કોલ લેટર મોકલ્યો હતો. તેણે ગાંધીનગરથી એક મહિલા દ્વારા તેને ફોન પણ કરાવ્યો હતો.
પોલીસે બોગસ કોલ લેટર કૌભાંડમાં જસદણના પ્રદીપ મકવાણા, ભરત મકવાણા, ભાવેશ ચાવડા અને બાલા ચાવડા એમ ચારની ધરપકડ કરી છે.

 

આ પણ વાંચોઃ Sanand-Special Campaign/સાણંદ-બાવળા તાલુકામાં આજથી ‘સેવાઓ આપને દ્વાર – ખાસ કેમ્પ’નો થયો શુભારંભ

આ પણ વાંચોઃ જાહેરાત/ભૂપેન્દ્ર પટેલ સરકારે ગૌશાળા-પાંજરાપોળો માટે કરી આ મોટી જાહેરાત,જાણો તમામ વિગત

આ પણ વાંચોઃ Gujarat University Campus/ગુજ યુનિ. કેમ્પસનો બિનજરૂરી ઉપયોગ કરનારા ચેતી જજો, ગુજરાત યુનિવર્સિટી ચલાવી રહ્યું છે સ્પેશિયલ ડ્રાઇવ

આ પણ વાંચોઃ Surat/સુરતની પુણા પોલીસ સામે માર મારવાના આક્ષેપ સાથે 8 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ Mental health Center/હવે અમદાવાદ પૂર્વમાં પણ માનસિક દિવ્યાંગ બાળકો માટે સેન્ટર ખૂલ્યું