Fashion/ માધુરી દીક્ષિતને બ્લેક સાડીમાં જોઇ ચાહકો થયા લટ્ટુ, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

આ સાડીના બ્લાઉઝની ડિઝાઇન અને સ્ટાઈલ ખૂબ જ અટ્રેક્ટિવ હતી. સાડીનો બ્લાઉઝ શિયર ફેબ્રિકથી બનેલો હતો.

Fashion & Beauty Lifestyle
A 132 માધુરી દીક્ષિતને બ્લેક સાડીમાં જોઇ ચાહકો થયા લટ્ટુ, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની એક્ટિંગના દરેક દિવાના છે. દિવસે દિવસે માધુરીની સુંદરતા વધી રહી છે. તેની સ્ટાઇલ અને ગ્લેમર જોઈને તેની ઉંમર કહેવી કરવી મુશ્કેલ છે. આ દિવસોમાં તે ડાન્સ દિવાના શો ને જજ કરી રહી છે. તેની અદાઓ જોઇને ચાહકોનું દિવાના બનવું સ્વાભાવિક છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કાળા રંગની સાડી પહેરેલી તેના તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાડીમાં ગોલ્ડન કલરની બોર્ડર બનાવવામાં આવી છે. જે મેચિંગ બ્લાઉઝ સાથે ડ્રેપ છે.

આ સાડીના બ્લાઉઝની ડિઝાઇન અને સ્ટાઈલ ખૂબ જ અટ્રેક્ટિવ હતી. સાડીનો બ્લાઉઝ શિયર ફેબ્રિકથી બનેલો હતો. જેના ખભા પર ક્રોપ જેકેટ ઉમેરવામાં આવ્યું હતું. આ સાડી વેસ્ટ પર એમ્બ્રોઇડરી હતી. વાલ્વેટ જેકેટ સાડીના સિમ્પલ લુકમાં સ્ટાઇલ અને ગ્લેમર વધારવાનું કામ કરી રહ્યું હતું. આની સાથે, એક ટેન બ્રાઉન કલરનો બેલ્ટ લગાવવામાં આવ્યો છે, જે માધુરીની સ્ટાઇલ અને કર્વી બોડીને સંપૂર્ણ રીતે કોમ્પલિમેન્ટ કરી રહી હતી.

Instagram will load in the frontend.

માધુરીએ ડિઝાઈનર તરુણ તાહલિયાનની ડિઝાઇન સાડી પહેરી હતી. જો તમે આ સાડીને તમારા કપડામાં સમાવવા માંગતા હો, તો આ માટે તમારે 1,24,900 રૂપિયા ખર્ચ કરવા પડશે.

Instagram will load in the frontend.

અગાઉ માધુરી દીક્ષિત બ્લુ અને ગોલ્ડન સાડીમાં જોવા મળી ચૂકી છે. તે આ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Instagram will load in the frontend.

આ દિવસોમાં માધુરી દીક્ષિત તુષાર કાલીયા, ધર્મેશ યેલાંદે સાથે ડાન્સ દિવા શોને જજ કરી રહી છે. તે છેલ્લે 2019 માં વરૂણ ધવન અને આલિયા ભટ્ટની અપોજિટ કલંક ફિલ્મમાં જોવા મળી હતી.