Food/ ગરમીમાં સાંજે બનાવો ચટપટો ગ્રીન હાંડવો

હાંડવો એ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે. વળી તે પ્રોટિન્સ અને વિટામિન્સથી ભરપૂર છે. હાંડવો એકદમ આદર્શ આહાર છે જે ઓછી કેલરી ધરાવે છે. 

Food Trending Lifestyle
green handvo ગરમીમાં સાંજે બનાવો ચટપટો ગ્રીન હાંડવો

હાંડવો એ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે. વળી તે પ્રોટિન્સ અને વિટામિન્સથી ભરપૂર છે. હાંડવો એકદમ આદર્શ આહાર છે જે ઓછી કેલરી ધરાવે છે. તે ચટણી સાથે પણ ખાઈ શકાય છે અને એકલો પણ ખાઈ શકાય છે. વળી તે એકમદ નહિવત ઘી તેલમાં બનતો હોવાથી ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે.  તેમાં જુદા જુદા પોષક ફાયદાઓ પણ ઉમેરાય છે જો તમે તેમાં શાકભાજી ઉમેરશો તો તે બાળકો તેમજ મોટેરાઓ માટે ખૂબ જ મનભાવતો આહાર બની રહેશે.

સામગ્રી

1 વાડકો હાંડવાનું ખીરૂ

(1 – 1 ½ ચણાની દાળ, તુવેરની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચોખામાંથી બનાવેલું, )

½ – ¾ ટીસ્પૂન દહીં

ચપટીક મેથીના દાણા પીસેલા

પાણી જરૂર મુજબ

½ કપ ક્રશ કરેલી  ભાજી-પાલકના પાન, મેથીના પાન અને કોથમીરના પાન

મીઠુ સ્વાદ મુજબ

1 ટીસ્પૂન ખાંડ

લીલાં મરચાંની પેસ્ટ સ્વાદ મુજબ

1 – 1 ½ ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ

1 ½ ટીસ્પૂન તેલ

ચપટીક સોડા

3-4 ટીસ્પૂન તેલ

1 – 1 ½ ટીસ્પૂન રાઇના દાણા

1 – 1 ½ ટીસ્પૂન તલના દાણા

½ ટીસ્પૂન હીંગ

તૈયારીની રીત:

ખીરૂ બનાવવા માટે

ચણાનો લોટ, તુવેરની દાળનો લોટ અને મગની દાળ તથા ચોખામાંથી બનાવેલો લોટ એક વાડકામાં લેવો.

તેમાં થોડું દહી અને પાણી ઉમેરીને આ મિશ્રણ કેટલાક કલાકો માટે આથો આવવા રહેવા દેવું.

તેમાં પીસેલા મેથી દાણા નાખીને ખીરાને બરાબર હલાવી લેવું.

રીતઃ

આથો આવેલું હાંડવાનુંખીરૂ એક વાડકામાં લેવું ત્યાર બાદ તેમાં મેથી, પાલક અને કોથમીરની ભાજીની પ્યૂરી નાંખીને ખીરાને બરાબર હલાવી લેવું. બહું જાડું નહીં અને બહું પાતળું નહીં તેવું ખીરૂ તૈયાર કરવું. પછી તેમાં મીઠું, ખાંડ અને લીલાં મરચાં ઉમેરવા.

ત્યારબાદ આદુ લસણની પેસ્ટ  તેમજ થોડું તેલ નાંખીને ત્યાં સુધી હલાવવું જ્યા સુધી ખીરામાં નાંખેલી ખાંડ ઓગળી ન જાય. પછી તેમાં  સોડા બાયકાર્બોનેટ(ખાવાનો સોડા) ઉમેરીને ફરીથી ખીરાને વ્યવસ્તિત રીતે હલાવી લો.

હવે આ તૈયાર થયેલા ખીરાને  માઇક્રોવેવ બાઉલમાં કાઢીને પ્રી હિટેડ ઓટીજીમાં 180 ડિગ્રીએ 10-12મિનિટ માટે થવા દો. જ્યારે હાંડવો તૈયાર થઈ જાય ત્યારે તેને ઓટીજીમાંથી બહાર લાવીને ડીશમાં કાઢીને નાના નાના ટુકડા કરી દેવા.

હવે એક પેનમાં તેલ ગરમ થવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવો. રાઈ તતડી જાય એટલે  તેમાં તલ નાંખીને થોડી વાર માટે પેન ઢાંકી દેવું. ત્યાર બાદ ઢાંકણ ખોલીને તેમાં હીંગ નાંખીને આ વઘારને બરાબર હલાવીને  તેને હાંડવાના ટુકડા ઉપર રેડી દેવો. ત્યાર બાદ હાંડવો વ્યવસ્થિત હલાવીને ડીશમાં પીરસો.

નોંધ( આ રેસિપી બે થી ત્રણ વ્યક્તિ માટે છે તમે તમારી જરૂરિયાત મુજબ સામ્રગી લઈ શકો છો)

આ પણ વાંચો:શાકભાજી અને ફળો સાથે તેની છાલ અને ડાળી પણ અદ્ભુત છે, આ રીતે બનાવો ઉત્તમ વાનગીઓ

આ પણ વાંચો: બચેલો ખોરાક ખાવાની આદત ના પાડો, તમને બીમાર કરશે, આ છે આડઅસર

આ પણ વાંચો:ઓમેગા-3થી ભરપૂર ખોરાક ખાવ અને શરીરને મજબૂત રાખો

આ પણ વાંચો: સફરજનમાંથી બનતી આ અનોખી વાનગી એપલ સિનેમન મફિન, આજે કરો ટ્રાય