Not Set/ બનાસકાંઠામાં ST બસોમાં ગાંજાની હેરાફેરી, 5 કિલો ગાંજા સાથે એક અટકાયત

SOGએ ST બસમાંથી 5 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. 5 કિલો ગાંજા સાથે 1 શખ્સની અટકાયત કરાઈ છે. નારાયણ સરોવર અમદાવાદ બસમાંથી શખ્સ ઝડપાયો છે.

Gujarat Others
ગાંજાની હેરાફેરી

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગાંજાની હેરાફેર સતત વધી રહી છે અને મોટાપાયે ડ્રગ્ઝના જથથાઓ ઝડપાઈ રહ્યા છે. ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનુ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. એવામાં વધુ એક વખત બનાસકાંઠામાં ST બસોમાં ગાંજાની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે. SOGએ ST બસમાંથી 5 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. 5 કિલો ગાંજા સાથે 1 શખ્સની અટકાયત કરાઈ છે. નારાયણ સરોવર અમદાવાદ બસમાંથી શખ્સ ઝડપાયો છે.

અગાઉ પણ સામે આવી ગાંજાની હેરાફેરી

આ પણ વાંચો :સામાન્ય બહાના હેઠળ હજારો વૃક્ષોનું નિકંદન, પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ બનાસકાંઠા પાલનપુર એસઓજી પોલીસે પાલનપુર-અમદાવાદ હાઇવે પર અમદાવાદ રેલ્વે બ્રીજ ઉતરતા એક ઈસમ પાન મસાલા ના બે થેલાઓ 14.310 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડી એસઓજી પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી.

પાલનપુર એસ.ઓ.જી પોલીસે સરકારી પંચો ને સાથે રાખી પાલનપુર-અમદાવાદ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ રેલવે બ્રિજ ઉતરતાં એક ઈસમ પાન મસાલા ના બે થેલાઓમાં 14.310 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કુલ કિંમક 1 લાખ 43 હજાર 100 રૂપિયા નો ગાંજો રાખી સુરત જવા વાહન થોભાવતો હોઇ તેની તેની તપાસ કરી હતી.

આ પણ વાંચો :જ્યાં નજર કરો ત્યાં દેખાય છે પુલના સળીયા, મોટી દુર્ઘટનાની સંભાવના

આ પણ વાંચો : ગુજરાતમાં સરકારી શાળાઓને લાગ્યાં તાળા, 4 વર્ષમાં 1775 શાળા બંધ

આ પણ વાંચો : એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો