ગણેશોત્સવ સ્પેશિયલ/ જામનગર મહાનગર પાલિકા દ્વારા ગણેશ મહોત્સવને લઇ આવી કરાઈ તૈયારીઓ

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ જુદા જુદા બે સ્થળોએ ગણપતિ વિસર્જન માટેના બે મોટા કુંડ બનાવવામાં આવ્યા છે.

Gujarat Others
જામનગર
  • જામનગર મહાનગર પાલિકા દ્વારા કરાઇ તૈયારી
  • ગણેશ મહોત્સવને લઇ પાલિકાની તૈયારી
  • વિસર્જન સમયે દૂર્ઘટના ન ઘટે તે માટેની તૈયારી
  • વિસર્જન માટે પાલિકાએ બે જગ્યાએ ગોઠવી વ્યવસ્થા
  • શહેરીજનોને પર્યાવરણની જાણવણી રાખવા અનુરોધ

Jamnagar News: ગણેશ મહોત્સવને લઇને જામનગરના લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગણપતિ પંડાલમાં ગણેશજીની સ્થાપના કરવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. તો બીજી બાજુ જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં માત્ર માટીના જ ગણેશની સ્થાપના થાય અને વિસર્જન સમયે કોઇ દૂર્ઘટના ન ઘટે તે માટેની તૈયારી કરવામાં આવી છે.

જેમાં ખાસ કરીને વિસર્જન માટે મહાનગર પાલિકાએ શહેરમાં બે જગ્યાએ વ્યવસ્થા ગોઠવી છે, જેમાં એક કુંડ જામનગર – રાજકોટ રોડ પર હાપામાં છે, જયારે બીજો કુંડ લાલપુર બાયપાસ થી રણજીત સાગર તરફ જતા પુલની જમણી બાજુએ આવેલ સરદાર રિવેરાની અંદર બનાવેલ હોય, જેની સર્વે શહેરીજનોએ નોંધ લઇ તમામ મૂર્તિઓને આ વિસર્જન કુંડમાં વિસર્જિત કરવા અને પર્યાવરણની જાણવણીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા ના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી અને ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની ના માર્ગદર્શન હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની તેમજ ચેતન સંઘાણી અને હિરેન સોલંકી સહિતની ટીમ દ્વારા સમગ્ર વિસર્જન કુંડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને 19 મી સપ્ટેમ્બરથી તારીખ 30 સપ્ટેમ્બર સુધી પ્રતિદિન વિસર્જનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. જ્યા લાઇટિંગ વ્યવસ્થા તેમજ પીવાના પાણી અને પોલીસ સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ ગણપતિ વિસર્જન માટે શહેરના રાજકોટ રોડ પર હાપા નજીક તેમજ લાલપુર રોડ પર બાયપાસ નજીક બે અલગ અલગ વિસર્જન કુંડ બનાવાયા છે. જે બંને કુંડમાં તમામ ગણપતિ મંડળના સંચાલકોએ નાની-મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મહાનગરપાલિકા ના તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો:સુરતની આ સરકારી શાળાના બાળકોએ 650 ગણેશજીની માટીની પ્રતિમા કરી તૈયાર

આ પણ વાંચો:સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક

આ પણ વાંચો:મોબાઈલ બન્યો મોતનું કારણ, સુરતના કીમમાં 18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

આ પણ વાંચો:ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન