Not Set/ ચોમાસું વીજળીએ જતા જતા પણ લીઘો બે લોકોનો ભોગ

ગુજરાત માટે બે દિવસની સામાન્યથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, આગાહીની તર્જ પર ગુજરાતનાં 43 તાલુકાઓમાં પાછલા 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
rain7 e1565419952771 ચોમાસું વીજળીએ જતા જતા પણ લીઘો બે લોકોનો ભોગ

ગુજરાત માટે બે દિવસની સામાન્યથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, આગાહીની તર્જ પર ગુજરાતનાં 43 તાલુકાઓમાં પાછલા 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે.

ખાસ કરીને રાજ્યનાં સાગરકાંઠાનાં વિસ્તારો સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ તહેવાર સમયે ખોરંભાયેલું જોવામાં આવ્યું. વરાસાદની સાથે સાથે વીજળીએ પણ રાજ્યમાં કાળો કહેર વરસાવ્યો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.

જી હા, 43 તાલુકામાં આસમાની આફતની સાથે વીજળી પણ આફત બની વરસી હોય તેવી રીતે મોરબી અને ભૂજમાં વીજળી પડતાં બે લોકોનાં મોત નીપજ્યા છે. મોરબી અને ભૂજમાં કુદરત કોપાયમાન થઇ હોય તેવી રીતે વરસાદી સિઝનની વિદાય વખતે બે લોકોનાં વીજળી પડવાથી મોત નીપજ્યા છે.

ગઇકાલે પડેલા ભારે વરસાદ સાથે વીજળી પડતાં બે વ્યકિતનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાનું નોંધવામાં આવ્યું છે. સાથે સાથે વીજળીને કારણે અન્ય બે લોકો ઇજા પણ થઇ હોઇ, સારવાર આર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.