Not Set/ રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

રાજકોટ શહેર ઘણા દિવસોથી કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. શહેરની દરેક ગલીમાં દરેક ઘરમાં કોઈને કોઈ સંક્રમિત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. એવામાં કોરોનાનો મોતનો આંકડો છેલ્લા ઘણા દિવસથી વધી રહ્યો હતો

Top Stories Gujarat
dav રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

રાજકોટ શહેર ઘણા દિવસોથી કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. શહેરની દરેક ગલીમાં દરેક ઘરમાં કોઈને કોઈ સંક્રમિત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. એવામાં કોરોનાનો મોતનો આંકડો છેલ્લા ઘણા દિવસથી વધી રહ્યો હતો તેના પર થોડી બ્રેક લાગી છે. રાજકોટમાં 24 કલાકમાં 53 દર્દીના મોત થયા છે. જોકે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 76 દર્દીઓના મોત થયા હતા. તે પૈકી 22 દર્દીના કોવિડથી મોત થયા હોવાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.પરંતુ આજે શહેરના પ્રથમ નાગરિક  મેયર ડો.પ્રદીપ ડવ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા થકી આ જાહેર કર્યું છે. ડોક્ટરની સલાહ મુજબ, તેઓ હોમ આઇસોલેટ થયા છે. તેમણે એન્ટિજન ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલું જ નહીં મનપા કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત થયા છે.

rmc રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 32076 પર પહોંચી

રાજકોટમાં કોરાનાની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ગઇકાલે રાજકોટ જિલ્લામાં નવા 534 કેસ નોંધાયા હતા. રાજકોટ શહેરમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 32076 પર પહોંચી છે,ગઇકાલે મંગળવારે 652 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ 142 નોંધાયા હતા.

new case 1 રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

તારીખ: 27/04/2021

 કુલ ટેસ્ટ :- 10500
કુલ પોઝિટિવ :- 452
પોઝિટીવ રેઈટ :- 4.30 %
કુલ ડીસ્ચાર્જ :- 652

 બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :142, આજ સુધીના કુલ પોઝિટિવ કેસ : 32076
કુલ ડિસ્ચાર્જ : 27167

 રિકવરી રેઈટ : 85.04 %

કુલ ટેસ્ટ :- 972630

પોઝિટિવિટી રેઈટ :- 3.28 %

new case 1 રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

રાજકોટમાં જાહેરનામાનો કડક અમલ કરાવતા વેપારીઓમાં રોષ

રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જે અન્વયે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જીવનજરૂરી ચીજવસ્તુઓ વેપાર ધંધા ચાલુ રાખવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના સિવાયના તમામ વેપારીઓને બંધ પાડવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે આજે રાજકોટમાં ઢેબર રોડ, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોએ બંધ પાળ્યો હતો. જ્યારે અન્ય અંતરિયાળ વિસ્તારોમાં બંધ અંગે અસમંજસના કારણે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.રાજકોટમાં પોલીસ કમિશનર સહિતનો કાફલો રૈયા રોડ પર જીવન જરૂરી સિવાયની દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યો હતો.આ વખતે છે વેપારીઓએ દુકાન ખુલ્લી રાખી હતી તેમની અટકાયત કરવામાં આવી રહી છે આથી પોલીસના વલણના કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસે વેપારીઓને બંધ પાળવા માટે ફૂટ પેટ્રોલિંગ કર્યુ.

પાન-ફાકીના બંધાણીઓ મૂંઝવણમાં મુકાયા, જથ્થો એકત્ર કરવા વલખા

રાજકોટમાં જેનું સૌથી વધુ ચલણ છે એવી પાન ફાકી ની દુકાનો અને ચા નાસ્તો ચિંતાના જ આગામી 5મી મે સુધી બંધ કરી દેવામાં આવ્યા હોય પાન ફાકીના બંધાણીઓ મૂંઝવણમાં મૂકાયા છે.જેઓને રાત્રે ખબર પડી ગઈ હતી તેમને રાતોરાત પાંચમી સુધીનો પાન મસાલા તમાકુ સોપારીનો કવોટા કરવા માટે વ્યવસ્થા ગોઠવી લીધી હતી.ગયા વર્ષે કોરોના ના કારણે આવી પડેલા ઓચિંતાના લોકડાઉનના કારણે પાન ફાકી તમાકુના બંધાણીઓ અને દારૂનાં બંધાણીઓ માટે દોડધામ મચી ગઇ હતી.  છાના ખૂણે ફાકી અને તમાકુના બેફામ કાળા બજાર પણ થયા હતા. અમુક કલાકો સુધી પાન મસાલા ની એજન્સીઓ ખુલ્લી રખાઈ હતી. એ દુકાનો પર પણ બંધાણીઓ પોતાનો ફોટા એક તો કરવા મોટી સંખ્યામાં પડાપડી કરી રહ્યા હોય પોલીસ બોલાવવાની જરૂર પડી હતી.આ વખતે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો નથી. પરંતુઅમુક વેપારીઓ કે જેમણે આખી દુકાનો બંધ રાખવાની છે એવી ખબર ન હતી કે તેઓ પાન અને ફાકીની ખોલીને બેસી ગયા હતા. લોકોએ ત્યાંથી વધુ માલ ખરીદી અને સ્ટોક કરી લીધો હતો. હાલ તો પાસ મે સુધી પોલીસ કમિશનર વિસ્તારમાં બધુ બંધ રાખવા માટે આદેશ છે. પરંતુ આગળના દિવસો ની સ્થિતિ જોતા જાહેરનામુ લંબાવવામાં આવશે તો એ વિચારે લોકો અત્યારથી જ પડાપડી કરવા લાગ્યા હતા.

saki1 રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

વેક્સિનેશનને વેગ અપાવવા જિલ્લા પંચાયતના પ્રમુખની અનોખી પહેલ

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે વેક્સિનેશનને વેગ અપાવવા માટે અનોખી પહેલ કરી છે. શ્રીમતી દૂધબેન જસમતભાઇ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1 મેથી 10 મે સુધી વેક્સિન લેનાર તમામને પેટ્રોલ, ડીઝલ, ગેસમાં પ્રતિ લિટરે એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. વેક્સિન લેનારને કુલ 80 ઓક્સિજન-સિલિન્ડર પણ આપવામાં આવશે.

IMA-રોટરી દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે નિદાન ઉપલબ્ધ

હોમઆઇસોલેટેડ કોવિડ દર્દીઓને ઈન્ડીયન મેડીકલ એસોસિએશન અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ હેલ્પ લાઈન નો લાભ મળશે.આ માટે કોઈ દર્દીઓ કે જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે, અને ઘરે રહી સારવાર લેવા માગતા હોય તો  સવારના 9 30 થી અને સાંજે 3થી 5 દરમિયાન હેલ્પલાઇન નંબર : 9054160661,90541060662,9054160663,90554160664,9054160665 પર કોલ કરી અને મદદ માગી શકે છે.ત્યારબાદ કોલ સેન્ટર દ્વારા જરૂરી હોય તો ડોક્ટર સાથે તેમને વિડીયોકોલ દ્વારા જોડી આપવામાં આવશે. આ માટે દર્દી પાસે કોરોના પોઝિટિવ રિપોર્ટ હોવો અનિવાર્ય છે અને તેમની પાસે whatsapp તથા ફોનની સુવિધા હોવી જરૂરી છે. આ ઉપરાંત આ સેવા બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર કે એમ્બ્યુલન્સ માટે નથી. ફોન દ્વારા માત્ર કોરોના ના દર્દીઓને સચોટ સારવાર માટે નિદાન કરવામાં આવશે.

s 2 0 00 00 00 1 રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત