હમ નહીં સુધરેંગે!/ સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવતા નબીરાઓ પોલીસ ગિરફ્તમાં

કામરેજના ખડસદ ગામ નજીક નવ નિર્મિત રીંગરોડનો હોવાનું સામે આવતા કામરેજ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ વીડિયોમાં દેખાઈ રહેલા 8 યુવકોની ધરપકડ કરી 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Gujarat Surat
Untitled 7 સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવતા નબીરાઓ પોલીસ ગિરફ્તમાં

@અમિત રૂપાપરા 

વર્તમાન સમયમાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ગુંડાગીરીના વિડીયો ઉતારતા હોય છે, તો કેટલાક યુવકો અલગ અલગ એક્ટિંગ કરતા કે, પછી શરૂ વાહનમાં સ્ટંટ કરતા વિડીયો ઉતારતા હોય છે. તો ઘણી વખત કેટલાક યુવકો રસ્તા વચ્ચે જ જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ વિડીયો કામરેજના ખડસદ ગામ નજીક નવ નિર્મિત રીંગરોડનો હોવાનું સામે આવતા કામરેજ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ વીડિયોમાં દેખાઈ રહેલા 8 યુવકોની ધરપકડ કરી 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ યુવકોએ જાહેર રસ્તા વચ્ચે જ જન્મદિવસની ઉજવણી રાત્રિના સમયે કરી હતી.

મળતી માહિતી અનુસાર સુરતના કામરેજ વિસ્તારના ખડસદ ગામ નજીક નવનિર્મિત રિંગ રોડ પર સરદાર ચોક નજીક 29 જુલાઈના રોજ રાત્રીના સમયે કેટલાક યુવકોએ રોડ બ્લોક કરી એક યુવકના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે, કેટલાક યુવકો રસ્તો બ્લોક કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ યુવકોએ રસ્તા વચ્ચે જ ફટાકડાની આતિશબાજી કરી હતી અને જ્વલનશીલ પદાર્થ રસ્તા પર જાહેરમાં સળગાવીને લોકોમાં ભયનો માહોલ પણ ઉભો કર્યો હતો. જો કે આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને વિડીયો કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનું હોવાના કારણે કામરેજ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 8 યુવકોની ધરપકડ કરવામાં આવી છે અને 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

કામરેજ પોલીસ દ્વારા જે 8 યુવકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ચિરાગ માંડાણી, મિતેશ પરમાર, અનિલ વાળા, શૈલેષ ડાભી, મનીષ રાખોલીયા, ઋત્વિક મેર, અંકિત ભુવા અને અજય ભાલીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે કાપોદ્રા વિસ્તારના રચના સર્કલ પાસે રહેતા સંતોષ સોહલા તેમજ જયદીપ મકવાણા કે, જે માતાવાડીની વર્ષા સોસાયટીમાં રહે છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!