Not Set/ આધાર લિન્કિંગ મામલો : SC દ્વારા ચુકાદો ન આવે ત્યાં સુધી વધારવામાં આવી સમય મર્યાદા

દિલ્લી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા સામાન્ય વ્યક્તિને મોટી રાહત આપવામાં આવી છે. આધાર કાર્ડને પોતાના બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સાથે જોડવા માટેની ડેડલાઇન વધારી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ મામલે આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી આધારકાર્ડને લીંક કરવાની સીમા વધારવામાં આવી રહી છે. આ પહેલા આધાર […]

Top Stories
h3 આધાર લિન્કિંગ મામલો : SC દ્વારા ચુકાદો ન આવે ત્યાં સુધી વધારવામાં આવી સમય મર્યાદા

દિલ્લી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા સામાન્ય વ્યક્તિને મોટી રાહત આપવામાં આવી છે. આધાર કાર્ડને પોતાના બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સાથે જોડવા માટેની ડેડલાઇન વધારી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ મામલે આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી આધારકાર્ડને લીંક કરવાની સીમા વધારવામાં આવી રહી છે. આ પહેલા આધાર સાથે લીંક કરવાની ડેડલાઇન ૩૧ માર્ચ હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની ખંડપીઠે જણાવ્યું, “સરકાર અનિવાર્ય આધાર માટે કોઈ વ્યક્તિને મજબૂર કરી શકતી નથી. કોર્ટ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું, સરકાર તત્કાલ પાસપોર્ટની ફાળવણી બાબતે પણ ફરજિયાત આધાર અંગે કોઈ આગ્રહ કરી શકશે નહીં.

આ પહેલા દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગત વર્ષે ૧૫ ડિસેમ્બરના રોજ આધારકાર્ડને બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સાથે જોડવાની સમય મર્યાદા ૩૧ માર્ચ સુધી વધારાઈ હતી.

મહત્વનું છે કે, આધારના એક્ટની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજીકર્તાઓનો તર્ક હતો કે યુનિક આઇડેન્ટિટી નંબરના ઉપયોગ માટે એક નાગરિકના અધિકારો સમાપ્ત થઇ જશે અને નાગરિકતા ગુલામી સીધી નિમિત્ત બની જશે. આધાર મામલે આ બહુચર્ચિત સુનાવણી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ એ કે સિકરી, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાઈ ચંદ્રહૂડ અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ દ્વારા કરવામાં આવી રહી છે.