Not Set/ જમ્મુ-કાશ્મીર: આતંકી બુરહાન વાનીની વર્ષી પર ભારે અથડામણ, ૩ લોકોના મૃત્યુ

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લાના ખુદવાની વિસ્તારમાં શનિવારે સવારે સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન પથ્થરબાજોએ હંગામો કર્યો હતો. જોકે, સેનાએ જયારે એમણે ભગાડવાની કોશિશ કરી, તો પથ્થરબાજોએ સેના સામે મોરચો ખોલી દીધો હતો. આ દરમિયાન બંને વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ત્રણ નાગરિકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં એક નાબાલિક છોકરી પણ શામેલ છે. જણાવી દઈએ કે હિંસક […]

Top Stories India
76933 vypcceqlzs 1513710691 જમ્મુ-કાશ્મીર: આતંકી બુરહાન વાનીની વર્ષી પર ભારે અથડામણ, ૩ લોકોના મૃત્યુ

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લાના ખુદવાની વિસ્તારમાં શનિવારે સવારે સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન પથ્થરબાજોએ હંગામો કર્યો હતો. જોકે, સેનાએ જયારે એમણે ભગાડવાની કોશિશ કરી, તો પથ્થરબાજોએ સેના સામે મોરચો ખોલી દીધો હતો. આ દરમિયાન બંને વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ત્રણ નાગરિકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં એક નાબાલિક છોકરી પણ શામેલ છે. જણાવી દઈએ કે હિંસક અથડામણ બાદ કુલગામ અને અનંતનાગમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.

આ અથડામણમાં ૩ જવાન સહીત 13થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ ત્રણ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. સેના અને પથ્થરબાજો વચ્ચેની આ અથડામણ આતંકી બુરહાન વાનીની બીજી વર્ષી પહેલા કરવામ આવેલા બંધના એલાનમાં થઇ હતી. જણાવી દઈએ કે હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીની બીજી વર્ષી પર અલગાવવાદીઓએ બંધનું એલાન કર્યું હતું.

stone pelters 1530949204 618x347 e1530959906953 જમ્મુ-કાશ્મીર: આતંકી બુરહાન વાનીની વર્ષી પર ભારે અથડામણ, ૩ લોકોના મૃત્યુ

સુરક્ષાને ધ્યાનમાં રાખતા સેનાએ પુલવામા અને ત્રાલ સહિત કેટલાક વિસ્તારમાં કર્ફ્યું લગાવી દીધો હતો. બંધ દરમિયાન કોઈ પણ અનહોનીથી બચવા માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના ડીજીપી ડો. એસપી વૈદે કહ્યું કે રવિવારે આતંકી બુરહાન વાનીની વર્ષી પર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. લગભગ 1000 અમરનાથ યાત્રીકોને કઠુઆમાં જ રોકાવું પડ્યું હતું. જયારે 15000 થી વધારે યાત્રીકોને જમ્મુ, ઉધમપુર અને રામબાણ જિલ્લાઓમાં રોકવામાં આવ્યા હતા.

સુત્રો મુજબ આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકી હુમલાથી બચવા માટે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર નેશનલ હાઈવેના 300 કિલોમીટરના વીસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આ પહેલા જમ્મુ-કાશ્મીર લીબરેશન ફ્રન્ટના અધ્યક્ષ યાસીન માલિકની ધરપકડ કરવામાં આવી હતી. જયારે હુર્રિયત કોન્ફરન્સના નરમપંથી પ્રમુખ મીરવાયજ ઉમર ફારુખને એમના નિવાસસ્થાને નજરબંધ કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે અલગાવવાદીઓએ 8 જુલાઈના રોજ ખીણમાં હડતાળનું એલાન કર્યું છે. અધિકારીઓ મુજબ પ્રશાસને પણ ગ્રીષ્મકાળની રાજધાનીના નૌહાત્તા વિસ્તારમાં જામિયા મસ્જીદમાં જુમ્માની નમાઝ પઢવા દેવામાં આવી નહતી.