Not Set/ મહારાષ્ટ્ર હિંસાનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો, તંત્રને એલર્ટ રહેવા CM રુપાણીએ આપી સુચના

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી બે જૂથ વચ્ચે ભડકેલી હિંસાની આગ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી હતી. સમ્રગ મહારાષ્ટ્રમાં ઠેર- ઠેર જગ્યાએ હિંસક પ્રદર્શન, તોડફોડ અને આગચંપીની દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ હિંસાનો પડઘો દક્ષિણ ગુજરાતમાં પણ પડ્યો છે. ગુજરાત તરફથી મહારાષ્ટ્ર તરફ જતા મુસાફરો ડાંગ અને વલસાડમાં અટવાયા છે અને ભારે હાલાકીનો સામનો કરવો […]

Gujarat
7 1514972371 મહારાષ્ટ્ર હિંસાનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો, તંત્રને એલર્ટ રહેવા CM રુપાણીએ આપી સુચના
મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી બે જૂથ વચ્ચે ભડકેલી હિંસાની આગ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી હતી. સમ્રગ મહારાષ્ટ્રમાં ઠેર- ઠેર જગ્યાએ હિંસક પ્રદર્શન, તોડફોડ અને આગચંપીની દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ હિંસાનો પડઘો દક્ષિણ ગુજરાતમાં પણ પડ્યો છે. ગુજરાત તરફથી મહારાષ્ટ્ર તરફ જતા મુસાફરો ડાંગ અને વલસાડમાં અટવાયા છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેમજ સુરતમાં પણ ભીમસેનાના કાર્યકરોએ ઉધના ખાતેના રેલવે સ્ટેશન ઉપર ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેમજ ભાજપના કાર્યાલય પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વાપીમાં પણ RPIના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. ટાયરો સળગાવી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના તણાવની અસર ખાસ કરીને વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર મોટા પાયે જોવા મળી રહી છે. વાપીની ૩ હજારથી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે. અનેક ટ્રકો મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અટવાઈ છે.
સુરત બાદ આ હિંસાને પગલે નવસારી અને સાપુતારામાં સરકારી બસોને બોર્ડર ઉપર અટકાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જી.એસ.આર.ટી.સી ના જનરલ મેનેજરના આદેશ મુજબ, ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી તમામ બસોને અટકાવી દેવામાં આવી છે અને આગામી સૂચના ના મળે ત્યાં સુધી બસ બંધ રહેશે. જેને પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત બનાસકાંઠામાં દલિત સમાજ દ્વારા ડિસાના કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે. જેમાં હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્રના પુણામાં ભડકેલી હિંસાનો પડઘો ગુજરાતમાં પડ્યા બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ જોવા મળી રહી છે. ગાંધીનગર ખાતે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલા વર્ગવિગ્રહની આગ ગુજરાતમાં ન ભડકે તે અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને હિંસક દેખાવોને અટકાવવા માટે તમામ વિભાગો અને મંત્રીઓને સૂચના આપવામાં આવી મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પોલીસતંત્રને પણ આ મામલે એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી છે.અને જણાવ્યું છે કે જ્ઞાતિવાદનું જોર વર્ગવિગ્રહમાં ન ફેરવાય તે માટે સમયસૂચકતા સાથે પોલીસ તંત્ર સજાગ રહે.