Not Set/ રવીન્દ્ર જાડેજાએ મચાવ્યું તુફાન, ફટકારી ૬ બોલમાં ૬ સિક્સર

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ડોમેસ્ટિક મેચમાં ૬ બોલમાં ૬ સિક્સર ફટકારી કમાલ કરી છે. શુકવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમમાં અમરેલી સામે રમતા જાડેજાએ ૧ ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી. ૨૯ વર્ષીય જાડેજાએ જામનગર તરફથી રમતા સ્પિનર નીલમ વામજાની ઓવરમાં આ કમાલ કરી હતી. જાડેજાએ ૧૫ ચોગ્ગા અને ૧૦ છક્કા સાથે માત્ર ૬૯ બોલમાં […]

Sports
ravindra jadeja large 1799845 835x547 m રવીન્દ્ર જાડેજાએ મચાવ્યું તુફાન, ફટકારી ૬ બોલમાં ૬ સિક્સર

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ડોમેસ્ટિક મેચમાં ૬ બોલમાં ૬ સિક્સર ફટકારી કમાલ કરી છે. શુકવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમમાં અમરેલી સામે રમતા જાડેજાએ ૧ ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી.

૨૯ વર્ષીય જાડેજાએ જામનગર તરફથી રમતા સ્પિનર નીલમ વામજાની ઓવરમાં આ કમાલ કરી હતી. જાડેજાએ ૧૫ ચોગ્ગા અને ૧૦ છક્કા સાથે માત્ર ૬૯ બોલમાં ૧૫૪ રન ફટકાર્યા હતા અને અંતે જામનગરની ટીમે ૧૨૧ રને વિજય મેળવ્યો હતો.

મહત્વનું છે કે, આ પહેલા સર ગેરી સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્ષલ ગીબ્સ, યુવરાજ સિંહ, જોર્ડન ક્લાર્ક, એલેક્સ હેલ્સ, મિશબાહ ઉલ હક, કીરોન પોલાર્ડ અને રોસ હ્વિટલે ૬ બોલમાં ૬ સિક્સર ફટકારી ચુક્યા છે.