Not Set/ ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી વખત જીત મેળવી

ભારતે 10માં એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી વખત જીત મેળવી છે. ભારતીય ટીમે રવિવારે પોતાનાં પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 3-1થી હાર આપી છે.  ગ્રુપ-A માં 9 અંકની સાથે ટોચે રહેલ ભારતીય ટીમ સુપર ફોરમાં પહોંચી ચુકી છે. ઢાકામાં રમાઇ રહેલ ટૂર્નામેન્ટમાં આ પહેલા ભારતે જાપાનને 5-1થી અને બાંગ્લાદેશને 7-0થી હરાવ્યું હતું .4 અંક સાથે પાકિસ્તાનની ટીમ […]

Sports
434423 india junior asia cup3 ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી વખત જીત મેળવી

ભારતે 10માં એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી વખત જીત મેળવી છે. ભારતીય ટીમે રવિવારે પોતાનાં પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 3-1થી હાર આપી છે.  ગ્રુપ-A માં 9 અંકની સાથે ટોચે રહેલ ભારતીય ટીમ સુપર ફોરમાં પહોંચી ચુકી છે. ઢાકામાં રમાઇ રહેલ ટૂર્નામેન્ટમાં આ પહેલા ભારતે જાપાનને 5-1થી અને બાંગ્લાદેશને 7-0થી હરાવ્યું હતું .4 અંક સાથે પાકિસ્તાનની ટીમ પણ બીજા રાઉન્ડમાં રમશે. એશિયા કપનાં ઇતિહાસમાં ભારતે પાકિસ્તાન પર સતત બીજી વખત જીત મેળવી છે.મહત્વનું છે કે આ પહેલા પણ ભારતે પાકિસ્તાનને 2003માં એશિયા કપ ફાઇનલમાં 4-2થી હરાવ્યું હતું. એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 7માંથી 5 વખત હરાવ્યું છે. ઇન્ટરનેશનલ હોકીમાં ભારતની પાકિસ્તાન પર આ સતત છઠ્ઠી વખત જીત રહી છે.તો પાકિસ્તાને આ ટૂર્નામેન્ટની શરૂઆત બાંગ્લાદેશને 7-0થી હરાવીને કરી હતી, પરંતુ બીજી મેચમાં જાપાને પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું. છેલ્લા ચાર સ્થાનમાંથી એકમાં જગ્યા મેળવવા માટે પાકિસ્તાનની ટીમ માટે આ મેચ જીતવી અનિવાર્ય હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ 47 મિનિટ બાદ પહેલો ગોલ કરી શકી હતી, જ્યારે ભારત પાસે 2 પોઇન્ટની લીડ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.