Not Set/ નોબેલ શાંતિ પુરસ્કાર 2018નાં વિજેતાઓ છે ડોક્ટર ડેનીસ મુક્વેગે અને નાદિયા મુરાદ

નોબેલ શાંતિ પુરસ્કાર 2018નાં વિજેતાઓના નામ જાહેર થઈ ગયા છે. આજે ઓસ્લોમાં નોર્વેની કમિટી દ્વારા વિજેતાઓનાં નામની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કાર બે વ્યક્તિઓને આપવામાં આવી રહ્યો છે એમનાં ઉમદા કાર્યને લઈને. ડોક્ટર ડેનીસ મુક્વેગે અને નાદિયા મુરાદને આ નોબેલ પ્રાઈઝ એનાયત થયો છે. યૌન હિંસાને યુદ્ધના હથિયાર તરીકેનાં વપરાશનો વિરોધ કરી […]

Top Stories World
nobel peace prize winner નોબેલ શાંતિ પુરસ્કાર 2018નાં વિજેતાઓ છે ડોક્ટર ડેનીસ મુક્વેગે અને નાદિયા મુરાદ

નોબેલ શાંતિ પુરસ્કાર 2018નાં વિજેતાઓના નામ જાહેર થઈ ગયા છે. આજે ઓસ્લોમાં નોર્વેની કમિટી દ્વારા વિજેતાઓનાં નામની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કાર બે વ્યક્તિઓને આપવામાં આવી રહ્યો છે એમનાં ઉમદા કાર્યને લઈને. ડોક્ટર ડેનીસ મુક્વેગે અને નાદિયા મુરાદને આ નોબેલ પ્રાઈઝ એનાયત થયો છે. યૌન હિંસાને યુદ્ધના હથિયાર તરીકેનાં વપરાશનો વિરોધ કરી એને નાબુદ કરવામાં એમનો ફાળો અમુલ્ય છે.

nobel prize 1 નોબેલ શાંતિ પુરસ્કાર 2018નાં વિજેતાઓ છે ડોક્ટર ડેનીસ મુક્વેગે અને નાદિયા મુરાદ
Nobel peace prize 2018 won by Denis Mukwege and Nadia Murad

દુનિયાભરના યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં યૌન હિંસા વિરુદ્ધ ફાઈટ કરી એને રોકવા માટે કાંગોના ડોક્ટર ડેનીસ મુક્વેગે અને યઝીદી કાર્યકર્તા નાદિયા મુરાદને નોબેલ પીસ પ્રાઈઝ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ડોક્ટર ડેનીસ આફ્રિકન ગાયનેકોલોજીસ્ટ છે એમણે પોતાનું જીવન રેપ વિકટીમને ટ્રીટમેન્ટ આપવામાં સમર્પિત કર્યું છે. તેઓ પન્ઝી હોસ્પીટલમાં કામ કરતા હતા ત્યાં એમણે અને એમનાં સ્ટાફે હજારો દર્દીઓની મદદ કરી હતી. રેપ પીડિતોની તેઓ સારવાર કરે છે. યુદ્ધમાં થતી યૌન હિંસાને અટકાવવા માટે એમણે ઘણા પ્રયાસો કર્યા છે. યુદ્ધમાં થતી યૌન હિંસાને વોર ક્રાઈમ તરીકે માનવામાં આવે છે. ‘ન્યાય એ બધાનો વ્યવસાય છે’ આ સિદ્ધાંત પર તેઓ ચાલે છે.

નાદિયા મુરાદ પોતે એક રેપ વિકટીમ છે. તેઓ આનો શિકાર બની ગયેલાં છે. એમણે બધું સહન કરીને શાંત રહેવાને બદલે અદભુત હિંમત બતાવીને એનો સામનો કર્યો હતો. એમણે બીજા રેપ વિકટીમ્સ માટે પણ અવાજ ઉઠાવ્યો. નાદિયા મુરાદ નોર્ધન ઈરાકમાં આવેલી યઝીદી માઈનોરીટીની મેમ્બર છે. ઇસ્લામિક સ્ટેટ દ્વારા એમનાં ગામ પર હિંસાત્મક હમલો બોલાવી દેવામાં આવ્યો હતો વર્ષ 2014માં ગામની યુવાન મહિલાઓ અને અન્ડરએજ બાળકીઓ પર તેઓ શારીરિક હિંસા કરતા તેમનાં પર રેપ કરતા.

ત્રણ મહિના આવા નર્કમાં રહ્યા બાદ નાદિયા ગમે તેમ કરીને ત્યાંથી નાસી જવામાં સફળ રહી હતી અને ત્યારબાદ એમણે પોતાનાં પર થયેલાં અત્યાચાર વિષે ખુલ્લીને વાત કરી હતી. 2016માં 23 વર્ષની ઉમરે નાદિયા ડીગ્નીટી ઓફ સરવાઈવર્સ ઓફ હ્યુમન ટ્રાફિકિંગ માટે યુએનની પહેલી ગુડવિલ એમ્બેસેડર બની હતી.

nobel peace prize winner 1 નોબેલ શાંતિ પુરસ્કાર 2018નાં વિજેતાઓ છે ડોક્ટર ડેનીસ મુક્વેગે અને નાદિયા મુરાદ
Nobel peace prize 2018 won by Denis Mukwege and Nadia Murad

આ બંને બ્રેવ અને હિમતવાન વ્યક્તિઓને એમનાં ઉમદા કાર્ય માટે તેઓની પસંદગી આ પુરસ્કાર માટે થઇ છે. બંને એ પોતાનો જીવ જોખમમાં મુકીને પીડિતોની મદદ કરી છે અને એમનાં માટે અવાજ ઉઠાવી આગળ આવ્યા છે.