મોટા સમાચાર/ 24 જુલાઈએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી

24 જુલાઈએ 3 રાજ્યોમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે. પરિણામ 24 જુલાઈએ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
Untitled 159 1 24 જુલાઈએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી
  • 6 જુલાઇએ બહાર પડાશે ચૂંટણીનું જાહેરનામું
  • 24 જુલાઇએ સાંજે 5 વાગે પરિણામ થશે જાહેર
  • 13 જુલાઇએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેના માટે કેન્દ્રીય ચૂંટણી પંચ 06 જુલાઈએ જાહેરનામું બહાર પાડશે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 24 જુલાઈએ 3 રાજ્યોમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે. પરિણામ 24 જુલાઈએ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. જેના માટે 6ઠ્ઠી જુલાઈએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેમજ 13મી જુલાઈ ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.

ગુજરાતમાંથી વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થઈ શકે છે. જ્યારે ગુજરાતની અન્ય 2 બેઠક પર ભાજપ નવા ઉમેદવાર મુકે તેવી શક્યતા છે. તેમજ જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયાને સ્થાને નવો ચહેરો આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, ગુજરાત, ગોવા, પશ્ચિમ બંગાળની રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે 24મી જુલાઈએ ચૂંટણી યોજાશે. આગામી 6 જુલાઈએ ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવશે. 13 જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા જોતા, ભાજપના ફાળે રાજ્યસભાની ત્રણેય બેઠકો બિનહરીફ જાય તેવી સ્થિતિ છે.

આ પણ વાંચો:જામનગરમાં ગાયનો જીવલેણ હુમલો, દીકરાને બચાવતા જતા માતાને થઇ ગંભીર ઈજા

આ પણ વાંચો:પીઠીની વિધિમાં યમ બનીને ત્રાટક્યો ભાઈ, વરરાજાની સામે દુલ્હને તોડ્યો દમ

આ પણ વાંચો:અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત

આ પણ વાંચો:હવે વડ જેવા મોટા ઘટાદાર વૃક્ષોને પણ તમે તમારા ઘરે ઉછરી શકો છો, સુરતના આ વ્યક્તિ 30 વર્ષથી તૈયાર કરી રહ્યા છે બોંસાઈ ટ્રી