કેનેડામાં ગુજરાતી યુવાનનું મોત/ કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવીઃ ત્રણ મહિનામાં ત્રણ મોત

કેનેડાની બ્રાન્ડન પોલીસના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન, રવિવારે સાંજે મનિટોબા પ્રાંતના બ્રાન્ડન સિટી નજીક એસિનીબોઈન નદી અને હાઇવે 110 બ્રિજ નજીક એક લાશ પડેલી મળી હતી.

Gujarat World
Gujarati youth death કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવીઃ ત્રણ મહિનામાં ત્રણ મોત

કેનેડાની બ્રાન્ડન પોલીસના જણાવ્યા Canada-Gujarati death અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન, રવિવારે સાંજે મનિટોબા પ્રાંતના બ્રાન્ડન સિટી નજીક એસિનીબોઈન નદી અને હાઇવે 110 બ્રિજ નજીક એક લાશ પડેલી મળી હતી. ગુમ વિષય પટેલના પરિવારના સભ્યોએ નદી નજીકથી તેના કપડાં મળી આવ્યા હતા, જે બાદ તેમણે પોલીસને જાણ કરતા પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન તેમને એક પુરુષની લાશ મળી આવી હતી. અધિકારીઓએ હજી સુધી વિદ્યાર્થીની લાશની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ પોલીસનું માનવું છે કે તે ગુમ થયેલા વિદ્યાર્થી વિષય પટેલની છે.

યુવકના ગુમ થવાની ફરિયાદ
કેનેડાના બ્રાન્ડોન શહેરમાં 20 વર્ષના વિષય પટેલ Canada-Gujarati death છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતો. વિષયને છેલ્લે 15મી જૂને રાત્રે 11 વાગ્યા આસપાસ ઘરની બહાર નીકળતા જોવાયો હતો. આ બાદથી તેનો કોઈ પતો નહોતો. જેથી તેના ગુમ થવા અંગે પરિવારના સભ્યો દ્વારા બ્રાન્ડોન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પણ વિશયને શોધવામાં લાગી હતી, દરમિયાન કેનેડામાં રહેતા ભારતીય મૂળના લોકો પણ વિશયને શોધવામાં સોશિયલ મીડિયા કેમ્પેઈનની મદદ લઈ રહ્યા હતા.

પોલીસે સોશિયલ મીડિયા પર મદદ માગી હતી
બ્રાન્ડોન શહેર પોલીસ મુજબ, વિશયને તેના ઘરમાં Canada-Gujarati death લાગેલા સીસીટીવી ફૂટેજમાં પોતાની કાર સાથે બહાર જતા જોવાયો હતો. જોકે બીજા દિવસે ઘરના પાર્કિંગમાંથી તેની કાર મળી આવી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. પોલીસ મુજબ કેટલાક લોકોએ તેને તે જ રાત્રે ઘરેથી ડિસ્કવરી સેન્ટર તરફ ચાલીને જતા જોયો હતો.

મેમાં ભાવનગરના યુવકનું મોત
નોંધનીય છે કે, આ પહેલા ગત મે મહિનામાં પણ કેનેડામાં Canada-Gujarati death ગુજરાતી યુવકનું ગુમ થયા બાદ મોત થયું હતું. મૂળ ભાવનગરના સિદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં રહીને અભ્યાસ કરતો હતો. ટોરન્ટો શહેરમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરતો હતો. ગત 5મી મેના રોજ તે અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે ન મળતા તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારે પરિવારના કહેવા પર મિત્રોએ આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પહેલા એપ્રિલ મહિનામાં અમદાવાદનો હર્ષ પટેલ જે ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો, તે પણ અચાનક ગુમ થઈ ગયો હતો. જે બાદ તેની પણ લાશ મળી આવી હતી. આમ એપ્રિલ, મે અને પછી જૂન, 3 મહિનામાં ગુજરાતી સ્ટુડન્ટના ગુમ થયા બાદ મૃતદેહ મળવાની આ ત્રીજી ઘટના બની છે. ત્યારે ઘટનાને લઈને હવે કેનેડામાં રહેતા ગુજરાતીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ PM Modi US Visit/ ન્યૂયોર્કની 141 વર્ષ જૂની હોટલ જ્યાં રોકાયા PM મોદી, એક રાતનું ભાડું ₹12 લાખ સુધી, જાણો તેની ખાસિયતો

આ પણ વાંચોઃ Twitter/ ભારત પર ડોર્સીના આરોપો પર મસ્કે કહ્યું, ‘ટ્વિટરે સરકાર જે કહે તે માનવું પડશે, અમારી પાસે કોઈ વિકલ્પ નથી…’

આ પણ વાંચોઃ Maharashtra ED Raids/ મહારાષ્ટ્રમાં EDના દરોડા, આદિત્ય ઠાકરે-સંજય રાઉતના નજીકના 10 સ્થળો પર દરોડા

આ પણ વાંચોઃ વિશ્વ યોગ દિવસ/ સુરતમાં યોજાયેલ રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

આ પણ વાંચોઃ Modi-Micron Technology/ મોદીના અમેરિકામાં આગમન સાથે જ આ કંપનીના ભારતમાં બે અબજ ડોલરના રોકાણને મળી મંજૂરી