ભાવ વધારો/ સામાન્ય નગરિકને વધુ એક મોંઘવારીની માર, LPG સિલિન્ડરનાં ભાવમાં વધારો

ઘરેલુ LPG સિલિન્ડર ફરી એક વખત મોંઘુ થયું છે. 6 ઓક્ટોબર બુધવારે બિન સબસિડી વગરનાં LPG સિલિન્ડરનાં ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.

Top Stories Business
LPG સિલિન્ડર
  • હવે પીએનજી ભાવમાં પણ થયો વધારો
  • સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટરે પીએનજીના ભાવ 1.84 રૂ. વધ્યા
  • હાલ પીએનજીતના ભાવ પ્રતિ કિલો રૂ.23 91
  • હવે ભાવ વધીને રૂ.25.75 પ્રતિ કિલો થયો
  • વધેલાં ભાવમાં 15 ટકા ટેક્સનો ઉમેરો
  • 15 ટકા ટેક્સ સાથે ગ્રાહકોના શિરે રૂ.29નો બોઝો
  • 25 લાખથી વધુ ગ્રાહકોને થઇ શકે અસર

ઘરેલુ LPG સિલિન્ડર ફરી એક વખત મોંઘુ થયું છે. 6 ઓક્ટોબર બુધવારે બિન સબસિડી વગરનાં LPG સિલિન્ડરનાં ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 1 ઓક્ટોબરનાં રોજ માત્ર 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી-મુંબઈમાં બિન-સબસિડી વગરનાં સ્થાનિક LPG સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે. હવે પટનામાં LPG સિલિન્ડર માટે તમારે 1000 માંથી માત્ર 2 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. વળી બીજી તરફ PNG નાં ભાવમાં પણ ભડકો થયો છે.

11 81 સામાન્ય નગરિકને વધુ એક મોંઘવારીની માર, LPG સિલિન્ડરનાં ભાવમાં વધારો

આ પણ વાંચો – અવસાન / રામાયણમાં રાવણનો દમદાર અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીએ દુનિયાને કહ્યુ અલવિદા

કોલકાતામાં 926 અને ચેન્નઈમાં 14.2 કિલો LPG સિલિન્ડર હવે 915.50 રૂપિયામાં મળશે. ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને જોતા આશંકા છે કે આ વખતે LPG સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી પણ આગળ વધી જશે. આપને જણાવી દઇએ કે, 1 ઓક્ટોબરનાં રોજ કોઈ વધારો થયો ન હતો. વળી, 1 સપ્ટેમ્બરનાં રોજ, 14.2 કિલોનાં બિન-સબસિડી વગરનાં સ્થાનિક LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ, 18 ઓગસ્ટનાં રોજ પેટ્રોલિયમ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં 305.50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે હવે સબસિડી પણ આવી રહી નથી. જણાવી દઇએ કે, હવે PNG નાં ભાવમાં પણ વધારો થયો છે. સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટરે PNG નાં ભાવ 1.84 રૂ. વધ્યા છે. પહેલા PNG નાં ભાવ પ્રતિ કિલો રૂ.23 91 હતા જે હવે વધીને રૂ.25.75 પ્રતિ કિલો થયો છે. વધેલાં ભાવમાં 15 ટકા ટેક્સનો ઉમેરો થયો છે. 15 ટકા ટેક્સ સાથે ગ્રાહકોનાં શિરે રૂ.29નો બોઝો આવ્યો છે. ભાવ વધતા 25 લાખથી વધુ ગ્રાહકોને અસર થઇ શકે છે.

11 82 સામાન્ય નગરિકને વધુ એક મોંઘવારીની માર, LPG સિલિન્ડરનાં ભાવમાં વધારો

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક

આપને જણાવી દઈએ કે, જુલાઈ અને ઓગસ્ટમાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. મે અને જૂનમાં ઘરેલું સિલિન્ડરનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એપ્રિલમાં LPG સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત આ વર્ષે જાન્યુઆરીમાં 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા કરવામાં આવ્યા હતા. આ પછી, 25 ફેબ્રુઆરીએ, LPG સિલિન્ડરની કિંમત ઘટાડીને 794 રૂપિયા કરવામાં આવી હતી. માર્ચમાં LPG સિલિન્ડરની કિંમત ઘટાડીને 819 રૂપિયા કરવામાં આવી હતી.