Ahmedabad-Schoolnews/ શિક્ષકને ખોટી રીતે કાઢનારી અમદાવાદના ઓઢવ સ્કૂલની ગ્રાન્ટ કાપવાના આદેશ

અમદાવાદમાં શિક્ષકને ખોટી રીતે કાઢનારી ઓઢવની સ્કૂલનો ગ્રાન્ટ કાપવાનો અમદાવાદના ડીઇઓ (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)એ આદેશ આપ્યો છે. શિક્ષકને ખોટી રીતે હાંકી કાઢવા બદલ આદર્શ સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ કાપવાનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યો છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 05 01T152901.015 શિક્ષકને ખોટી રીતે કાઢનારી અમદાવાદના ઓઢવ સ્કૂલની ગ્રાન્ટ કાપવાના આદેશ

અમદાવાદઃ અમદાવાદમાં શિક્ષકને ખોટી રીતે કાઢનારી ઓઢવની સ્કૂલનો ગ્રાન્ટ કાપવાનો અમદાવાદના ડીઇઓ (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)એ આદેશ આપ્યો છે. શિક્ષકને ખોટી રીતે હાંકી કાઢવા બદલ આદર્શ સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ કાપવાનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યો છે. તેની સાથે સ્કૂલના ચાર વર્ગો બંધ કરવાનો આદેશ પણ ડીઇઓએ આપ્યો છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઇઓ)ના જણાવ્યા મુજબ આદર્શ સ્કૂલ સામેની તપાસમાં શિક્ષકને ખોટી રીતે હાંકી કાઢવાનું ષડયંત્ર હોવાનું સાબિત થયું છે. આ ઉપરાંત ડીઇઓ સ્કૂલ વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર પણ કમિશ્નરને સુપ્રદ કરશે.

અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ ઓઢવની આદર્શ સ્કૂલે શિક્ષકને ખોટી રીતે કાઢી મૂક્યાની ફરિયાદ મળી હતી. આ કિસ્સાની તપાસ કરવામાં આવતા તેની સાથે-સાથે સ્કૂલના કામકાજમાં પણ અનેક પ્રકારની અનિયમિતતા જોવા મળી હતી. તેની સાથે સ્કૂલનો વહીવટ સંપૂર્ણપણે સરકાર હસ્તક લઈ લેવા અને 100 ટકા ગ્રાન્ટેડ સ્કૂલ બનાવવા પણ સ્કૂલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે