ક્રાઈમ/ સુરતમાં પતિએ જ પત્નીને મિત્રના હવાલે કરી

સુરત શહેરને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરત ના પાંડેસરા માં  મનોવિકૃત પતિ તેમના જ મિત્ર ને પોતાની પત્ની આપી દેતો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 60 સુરતમાં પતિએ જ પત્નીને મિત્રના હવાલે કરી

@દિવ્યેશ પરમાર 

Surat News:સુરતના પાંડેસરા વિસ્તાર ની ઘટના છે.સમગ્ર સુરત શહેર ને શર્મસાર કરતી આ ઘટના માં પતિ તેમની પત્ની જ મિત્રના હવાલે કરી દેતો હતો.અને મિત્ર વારંવાર પત્ની સાથે દુષ્કર્મ આચરતો હતો.પતિ પત્ની ના પવિત્ર સબંધ ને લાંછન લગાડનાર પતિ અને તેના મિત્ર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ કરતા પોલીસે બંને ની ધરપકડ કરી હતી.

સમગ્ર સુરત શહેરને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરત ના પાંડેસરા માં  મનોવિકૃત પતિ તેમના જ મિત્ર ને પોતાની પત્ની આપી દેતો હતો.સમગ્ર ઘટના ની વાત કરીએ તો સુરત ના પાંડેસરા વિસ્તાર માં પતિ પત્ની સુખેથી પોતાની જિંદગી જીવતા હતા. તેમના પતિ નો એક મિત્ર હતો.તે લગ્ન બાદ પણ વારંવાર ઘરે આવતો હતો.તે કુવારો હતો.પતિ અને તેનો મિત્ર મોડે સુધી ઘરે બેસી રહેતા હતા તે દરમ્યાન પત્ની તેમને જમવા સહિત નું આપતી હતી.ધીમે ધીમે સમય વીતતો ગયોજેમાં તેના મિત્ર ને પણ મિત્ર ની પત્ની ગમવા લાગી.જેથી તેમને તેના મિત્ર ને વાત કરી.પતિ એ પત્ની ને કઈ પણ કીધાં વગર એક દિવસ તેના મિત્ર ને હવાલે કરી દીધી.જેમાં પત્ની એ પ્રતિકાર કર્યો તો પત્ની ને ઢોરમાર મારવામાં આવી હતી.

આથી પતિ ને વશ થી તે કઈ બોલી નથી અને પતિ ની નજર સામે જ તેમના મિત્ર એ તેમની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું..આ ઘટના બાદ તેનો મિત્ર વારંવાર ઘરે આવી જતો અને તેમની પત્ની સાથે દુષ્કર્મ કરતો.પતિ મનો વિકૃત હોવાથી તેમને આ કૃત્ય જોવાની મજા આવતી હતી.જેથી વારંવાર આ ઘટના બનતી પત્ની પ્રતિકાર કરે તો તેમને લાકડા ના ફટકા વડે તેનો પતિ ઢોરમાર મારતો હતો.પત્ની એક દિવસ લાગ જોઈ સીધી પાંડેસરા પોલીસ મથકે પહોંચી હતી.

જોકે મહિલાની સમગ્ર વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જેથી પોલીસે તાત્કાલિક મનોવિકૃત પતિ અને તેના મિત્ર બને ની ધરપકડ કરી હતી.પતિ પત્ની ના પવિત્ર સંબંધ ને લજવનાર આ વ્યક્તિ સામે સમગ્ર સુરત માં ફિટકાર વરસી રહ્યો છે. પતિ એ પોતાની પત્ની નું રક્ષણ કરવાનું હોય છે .પરંતુ અહીંયા તો રક્ષક જ ભક્ષક બન્યો હોય તે પ્રકાર નો ઘાટ સર્જાયો છે.હાલ પોલીસે પતિ અને તેના મિત્ર ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં પતિએ જ પત્નીને મિત્રના હવાલે કરી


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા