અમદાવાદ/ એપ્રિલમાં લેવાયાં હતાં પનીરના નમૂના, હવે ફેઇલ જાહેર થયાં, લોકો આરોગી ગયા એનું શું?

અમદાવાદની 5 હોટલના પનીરના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થયા છે.

Gujarat Top Stories Ahmedabad
YouTube Thumbnail 2024 04 21T125013.125 એપ્રિલમાં લેવાયાં હતાં પનીરના નમૂના, હવે ફેઇલ જાહેર થયાં, લોકો આરોગી ગયા એનું શું?

Ahmedabad News: ગુજરાતમાં ખાણીપીણીની નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. જો તમે પણ પનીર ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજો,કેમ કે અવરનવા જોવા મળે છે કે, લોકોના આરોગ્ય સાથે કેવા પ્રકારના ચેડાં થઈ રહ્યા છે. જ્યાં એક તરફ લોકોને હાનિકારક મસાલાથી લઈ વિવિધ વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી રહી છે ત્યાં અમદાવાદમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ ગયા છે. અમદાવાદની 5 હોટલના પનીરના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થયા છે.

આજકાલ પનીર અને બટર વગર કોઈ વસ્તુ માર્કેટમાં વેચાતી નથી. ખાણીપીણીની દરેક આઈટમમાં બટર અને પનીર હોય જ છે. આ કારણે માર્કેટમાં બંને વસ્તુઓનો વપરાશ વધી રહ્યો છે. આ ડિમાન્ડને પહોંચી વળવા માટે હવે લોકો નકલી વસ્તુઓ બનાવવા લાગ્યા છે. ત્યારે આવામાં AMC ફુડ વિભાગ દ્વારા અમદાવાદની પાંચ હોટલના પનીર અને બટરના સેમ્પલ એપ્રિલમાં 62 નમૂના લેબમાં મોકલાયા હતા. જ્યાં પનીર અને બટર હલકી ગુણવતાનું પુરવાર થઇ છે. આ બાદ AMC ફુડ વિભાગે 140 એકમોને નોટિસ આપી છે.

અસલી પનીર આવું હોય છે

– અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
– ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે.
– અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
– અસલી પનીર આરોગ્ય બાદ રોગનો ભય રહેતો નથી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા ધસારો…

આ પણ વાંચો:પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:હિંમતનગરમાં કાર પલ્ટી ખાતા એકનું મોત, બેને ઇજા

આ પણ વાંચો:ગરમીથી લોકો ત્રાહિમામ, તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું