Rajkot/ PPE કીટ સાથે કોરોના ગ્રસ્ત દર્દી મતદાન કરી શકશે, ટૂંક સમયમાં જાહેર થશે SOP

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર અંદાજે ૩૦ દિવસ જેટલો સમયગાળો બાકી રહી ગયો છે ત્યારે ચૂંટણીપંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા મતદાન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અત્યાર

Top Stories
1

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર અંદાજે ૩૦ દિવસ જેટલો સમયગાળો બાકી રહી ગયો છે ત્યારે ચૂંટણીપંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા મતદાન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અત્યાર સુધી કોરોના પોઝિટિવ અનેક થયેલા મતદારોની વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો. આ કારણોસર લોકોમાં અસમંજસ પણ જોવા મળી રહી હતી. તેની વચ્ચે ખાસ સમયમર્યાદાનો સ્લોટ નિર્ધારિત કરી અને કોરોના ગ્રસ્ત દર્દીઓ પણ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

India now manufactures 4.5 lakh PPE suits a day in the fight against  Covid-19

PM Modi / 72માં ગણતંત્ર દિવસની  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના, ટ્વીટર પર દેશવાસીઓને સંબોધીને લખ્યું જય હિન્દ..

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ચૂંટણીપંચ દ્વારા અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આખરે અમુક મુદ્દાઓ પર સહમતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઇને ટૂંક સમયમાં SOPની જાહેરાત કરવામાં આવશે. જે મુજબ પૂર્ણ પોઝિટિવ અને ક્વોરેન્ટાઇન થયેલા લોકો માટે સાંજે 5 થી 6નો સમયગાળો એટલે કે છેલ્લી એક કલાકનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. સંક્રમણથી બચવા માટે પોલીંગ બુથના સ્ટાફ દ્વારા પીપીઈ વિતરણ કરવામાં આવશે.

PPE kits will do if Covid tests can't be conducted on expats: Kerala  government- The New Indian Express

Superstition / હાય રે અંધશ્રદ્ધા…જન્મદાતા ઉચ્ચ શિક્ષિત માતા-પિતા જ બન્યા બે-બે દીકરીઓ માટે યમદૂત

આ ઉપરાંત 6 વાગ્યે મતદાન પૂર્ણ થાય પછી સમગ્ર બુથ સેનેટાઇઝ કરવામાં આવશે અને પછી ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે દરેક બુથ પર મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિ રહેશે અને સવારથી જ બધા મતદારોનું સ્ક્રીનીંગ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સાંજના સમયે કોરોના પોઝિટિવ દર્દીઓ આવે ત્યારે સતત મોનીટરીંગ કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ નિર્ણયો લેતા પહેલા ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન વોટિંગ સિવાયના સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ છેલ્લા સ્લોટમાં વોટીંગ કરવાના મુદ્દે સહમતી બની હતી.

announced / દિલ્હી જવાના તમામ રસ્તાઓ બંધ, ટ્રેકટર પરેડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઇઝરી જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…