Patan/ સમી તાલુકાના નવી કુંવર ગામ ખાતે પીવાના પાણી માટે લોકોનો પોકાર

રણની કાંધીએ વસેલ ગામોમાં ઉનાળો શરુ થતાની સાથે જ પાણીનો પોકાર શરુ થઈ જાય છે. આ રણવિસ્તાર છે અહીંની સમસ્યાઓ ઋતુએ ઋતુએ બદલાય છે. ત્યારે સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા સામે આવી હતી.જે  બાદ હાલ નવી કુંવર…..

Gujarat
Beginners guide to 2024 03 16T182704.861 સમી તાલુકાના નવી કુંવર ગામ ખાતે પીવાના પાણી માટે લોકોનો પોકાર

@રવિ દરજી હારીજ

Patan News: પાટણ જિલ્લાના સમી તાલુકાના નવી કુંવર ગામ ખાતે પાણી માટે લોકોનો પોકાર અને પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામજનોને જોઈ હાલ સેવાભાવી સંસ્થા નવી કુંવર ગામે પાણીનાં ટેન્કર લઈને પહોચ્યું છે. જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલુકાના આવા ગામડાઓમાં સેવાકીય પ્રવૃતિઓ કરી લોકોને પીવાનું પૂરતું પાણી પહોંચાડવામાં મદદરૂપ બની રહ્યું છે. જેને લઇને એક તરફ લોકોમાં આવી સંસ્થા પ્રત્યે લાગણીઓ જોવા મળી રહી છે. પરંતુ સાથે સાથે મુખ્ય સવાલ એ થાય રહ્યો છે કે તંત્રની કોઈ જવાબદારી બનતી નથી હાલ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂઆત થવાની તૈયારી છે એવામાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે તંત્ર ની લાપરવાહી અને કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.સાથે તાલુકાના લોકોમાં પણ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

WhatsApp Image 2024 03 16 at 3.59.48 PM સમી તાલુકાના નવી કુંવર ગામ ખાતે પીવાના પાણી માટે લોકોનો પોકાર

નવી કુંવર ગામે પીવાના પાણીની સમસ્યાને લઇને હાલતો પીવાના પાણીના ટેન્કર મારફતે લોકોને સેવાભાવી સંસ્થા દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ હાલ આ ગ્રામીણ ક્ષેત્રોમાં પીવાનું પાણી પહોંચાડવામાં મદદ રૂપ બની નેક કાર્ય કરતું જોવા મળી રહ્યું છે.જિજ્ઞાબેન શેઠ નાં નેતૃત્ત્વ હેઠળ તેમજ  જન મંગલ ટ્રસ્ટ ના નેજા હેઠળ હાલ આ સંસ્થા દ્વારા આવા ગ્રામીણ ક્ષેત્રોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને એક સેવાકીય પ્રવૃત્તિ સાથે કામ કરી રહ્યા છે.

રણની કાંધીએ વસેલ ગામોમાં ઉનાળો શરુ થતાની સાથે જ પાણીનો પોકાર શરુ થઈ જાય છે. આ રણવિસ્તાર છે અહીંની સમસ્યાઓ ઋતુએ ઋતુએ બદલાય છે. ત્યારે સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા સામે આવી હતી.જે  બાદ હાલ નવી કુંવર ગામે પાણીનાં ટેન્કર લઈને  જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પહોચ્યું છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.તંત્ર ની લાપરવાહી અને કામગીરી સામે અનેક સવાલો છે હાલ એકતરફ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તંત્ર પોતાની ફરજ અને જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જણાઈ રહ્યું છે. ત્યારે સેવાભાવી સંસ્થા લોકોને વ્હારે આવી પીવાનું પૂરતું પાણી પહોંચાડવામાં મદદ રૂપ બની રહ્યા છે ત્યારે લોકોની પણ આ સંસ્થા પ્રત્યે લાગણીઓ જોવા મળી હતી.

WhatsApp Image 2024 03 16 at 3.59.49 PM સમી તાલુકાના નવી કુંવર ગામ ખાતે પીવાના પાણી માટે લોકોનો પોકાર

એચ. બી. મહેતા – મુંબઈનાં ટ્રસ્ટી ચારુબેન આવા સેવાકીય કાર્યો માટે સતત અગ્રેસર રહે છે.ત્યારે હાલ  રણને કાંઠે વસેલા ગામડાઓમાં પાણીની ભયંકર તંગી સર્જાઈ રહી છે.ત્યારે નવી કુંવર ગામ ખાતે જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ આવા ગ્રામ્ય વિસ્તારો માં પહોચી લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે જે સેવાકીય પ્રવૃત્તિનું જે ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હાલ આ સંસ્થા દ્વારા પીવાના પાણીના ટેન્કર આવા ગામડાઓમાં પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસોથી પાણી વગર ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્રની લાપરવાહી જોવા મળી રહી છે અને સામે સંસ્થાની ઉમદા સેવાકીય પ્રવૃત્તિ જોવા મળી રહી છે.જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – શંખેશ્વર અંતર્ગત ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સીવણ, નર્સિંગ અને કોમ્પ્યુટરની સાથે સાથે પાણીનાં ટેન્કરનો એક નવો જ અધ્યાય રણને કાંઠે વસેલા ગામોમાં શરૂ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો