Halvad/ દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

પોલીસ સ્ટેશનમાં યુવાનને માર માર્યા બાદ દારૂ પીવડાવી પીધેલાનો ખોટો કેસ કર્યો હોવાનો પણ આરોપ મૂક્યો, ઘરે ગયા બાદ આજે તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયો, હળવદ પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ થવાના એંધાણ

Gujarat Others
a 269 દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી  

હળવદમાં ઈંગ્લિશ દારૂનું કટિંગ કર્યું હોવાની શંકા પરથી પોલીસે એક યુવાનને રાઉન્ડઅપ કરીને આકરી પૂછપરછ કરી હતી.એ દરમ્યાન પોલીસે યુવાન ઉપર બળપ્રયોગ કરીને ઢોર માર માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.પોલીસ સ્ટેશને લાવીને યુવાનને માર માર્યા બાદ કઈ ન નીકળતા પોલીસે એ યુવાનને દારૂ પીવડાવીને પ્રોહીબિશનનો ખોટો કેસ કર્યો હોવાનો પણ આરોપ મૂક્યો છે.જો કે યુવાન ઘરે ગયા બાદ આજે તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવ અંગે હળવદ પોલીસને જવાબદારો સામે કોર્ટમાં ફરિયાદ થવાના ભણકારા વાગી રહ્યા છે.

a 270 દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા અને એસ્ટ્રોન પેપર મીલ પાસે અનાજ કરીયાણાની દુકાન ધરાવતા ગડુભાઈ ઠાકોર નામના યુવાનના જણાવ્યા અનુસાર ગત તા.14 ના રોજ તેઓ તેમના બહેનના સગાઈ પ્રસંગે એક ગાડી લાવ્યા હતા.એ અરસા 200 પેટી ઈંગ્લિશ દારૂનું કોઈ સ્થળે કટિંગ થયું હતું.આથી કોઈ બાતમીદાર મારફતે આ શક્તિનગરના યુવાને આ 200 પેટી ઈંગ્લિશ દારૂનું કટિંગ કર્યું હોવાની હળવદ પોલીસને શંકા ગઈ હતી.આથી હળવદ પોલીસે 14 ના રોજ રાત્રીના સમયે આ યુવાનને ઉઠાવી લીધો હતો અને હળવદ પોલીસ સ્ટેશને લાવીને યુવાનને પોલીસે ઢોર માર માર્યો હોવાનો આ યુવાને આક્ષેપ કર્યો છે. ક્યાં દારૂનું કટિંગ કર્યું, કોને કોને દારૂ સપ્લાય કર્યો તેમજ દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પીલિસે યુવાનની આકરી પૂછપરછ કરી હતી.

a 271 દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

યુવાને વધુમાં જણાવ્યું હતું કે ,મને પોલીસે શરીરે આડેધડ માર માર્યા બાદ દારૂ અંગે કોઈ હકીકત મળી ન હતી.એટલે પોલીસે એવું કહ્યું કે તેને અહીંયા લાવ્યા છીએ તો દારૂ પીલે, તેમ કહીને યુવાનને હળવદ પોલીસ સ્ટેશનમાં જ પોલીસે દારૂ પીવડાવ્યો હતો અને તેની સામે પોલીસે દારૂ પીધેલાનો ખોટો કેસ કર્યો હતો.બાદમાં પોલીસે યુવાનને છોડી મુક્યો હતો.દરમ્યાન ઘરે ગયા બાદ પોલીસે માર માર્યો હોવાથી આજે યુવાનની તબિયત લથડતા ચક્કર આવવાથી પડી ગયો હતો.આથી તેને આજે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં યુવાને હળવદ પોલીસ સમક્ષ ખોટી રીતે હેરાનગતિ કરી બેફામ માર મર્યાનો આક્ષેપ કર્યો છે. હળવદ પોલીસ સામે આ આક્ષેપથી ચકચાર મચી ગઇ છે અને આ બનાવ અંગે આવતીકાલે હળવદ પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ થાય તેવું જાણવા મળ્યું.

રાજકોટમાં BJP ના પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

ડિસામાં બે દિવસથી ઘુમ થયેલા યુવકનો મૃતદેહ ટાંકીમાંથી મળતા મચ્યો ખળભળાટ

ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન

સુરેન્દ્રનગરમાં પીએમ આવાસ યોજનામાંથી નામ કપાતા લોકોમાં રોષની લાગણી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…