Not Set/ સગર્ભા મહિલાએ મોબાઇલનો ઉપયોગ આ કારણથી ઓછો કરવો

તેમા કોઈ શંકા નથી કે મોબાઇલ ફોન જે હવે સ્માર્ટફોન બની ગયા છે તે આપણા જીવનનો એટલો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે કે હવે આપણે આપણા જીવનથી તેને અલગ કરી શકતા નથી. મોબાઇલ વિના તમારા જીવનની કલ્પના કરવી પણ હવે જાણે મુશ્કેલ થઇ ગઇ છે. ટોડલર્સ એટલ કે નાના બાળકોથી લઈને કિશોરો અને વૃદ્ધો સુધી… […]

Health & Fitness
Pregnant Woman સગર્ભા મહિલાએ મોબાઇલનો ઉપયોગ આ કારણથી ઓછો કરવો

તેમા કોઈ શંકા નથી કે મોબાઇલ ફોન જે હવે સ્માર્ટફોન બની ગયા છે તે આપણા જીવનનો એટલો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે કે હવે આપણે આપણા જીવનથી તેને અલગ કરી શકતા નથી. મોબાઇલ વિના તમારા જીવનની કલ્પના કરવી પણ હવે જાણે મુશ્કેલ થઇ ગઇ છે. ટોડલર્સ એટલ કે નાના બાળકોથી લઈને કિશોરો અને વૃદ્ધો સુધી… દરેકનાં હાથમાં આજે સ્માર્ટફોન છે અને મોટી સંખ્યામાં લોકો પણ તેના વ્યસની બન્યા છે. આ યાદીમાં સગર્ભા સ્ત્રીઓ પણ શામેલ છે. પરંતુ મોબાઇલ એક્સેસનાં ઉપયોગથી ફક્ત તમારા જ નહીં, પણ ગર્ભાશયની અંદર રહેલા બાળક પર પણ ખરાબ અસર પડે છે.

બાળકમાં વર્તન સંબંધિત સમસ્યાઓ

મોબાઇલ ફોનની સ્ક્રીન અને તેમાંથી નીકળતી બ્રાઇટ બ્લૂ લાઇટને લાંબા સમય સુધી દેખતા રહેવાથી માત્ર તમારી આંખોને જ નુકસાન નથી થતું. પરંતુ, તાજેતરનાં અધ્યયન મુજબ, જો સગર્ભા સ્ત્રી લાંબા સમય સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે, તો પછી બાળકમાં વર્તનને લગતી સમસ્યાઓ આવી શકે છે. વૈજ્ઞાનિકોએ ડેનમાર્કમાં એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં ડિલિવરી પહેલાં અને ડિલિવરી બાદ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનુ બાળકનાં વ્યવહાર અને તેનાથી જોડાયેલી સમસ્યાઓની વચ્ચે શું કડી છે તે શોધી કાઠવાનો પ્રયાસ કર્યો હતો.

હાઇપરએક્ટિવિટી અને વર્તણૂકીય સમસ્યાઓનો શિકાર

આ અધ્યયનમાં એવી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમના બાળકો 7 વર્ષનાં હતા. અભ્યાસ દરમિયાન, મહિલાઓને એક પ્રશ્નાવલી આપવામાં આવી હતી જેમાં તેમના બાળકનાં સ્વાસ્થ્ય અને વર્તન તેમજ તેઓ પોતે ફોનનો કેટલો ઉપયોગ કરે છે તેનાથી સંબંધિત પ્રશ્નોનાં જવાબ આપવાના હતા. અધ્યયનનાં અંતે, તે વાત બહાર આવી કે જે મહિલાઓ પૂર્વ-પ્રસૂતિ અને પ્રસૂતિ પછીનાં સ્માર્ટફોનનો સંપર્ક કરે છે, એટલે કે માતાઓ જેનો ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી પછી વધુ મોબાઇલ વપરાશ હતો, તેમના બાળકો હાયપરએક્ટિવિટી અને વર્તણૂકીય સમસ્યાઓનો ભોગ બન્યા હતા. .

સગર્ભા સ્ત્રીઓએ આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

– મોબાઈલ ફોન પર વધુ પડતી વાતો કરવાને બદલે ટેક્સ્ટ મોકલો અથવા લેન્ડલાઇનનો ઉપયોગ કરો.

– ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતા સોશ્યલ મીડિયાને સ્ક્રોલ કરશો નહીં

– જ્યાં સુધી શક્ય હોય હૈડ્સ ફ્રી કિટ ઉપયોગ કરો જેથી માથા અને શરીરની નજીક રેડિએશનને ઓછુ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.