Congress/ અદાણીનો મુદ્દો ફરી ઉછળ્યો! રાહુલ ગાંધીએ કહ્યું-’32 હજાર કરોડનું કૌભાંડ કર્યું’

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફરી એકવાર અદાણીનો મુદ્દો ઉઠાવીને મોદી સરકારને ઘેરી છે.

Top Stories
YouTube Thumbnail 2023 10 18T122928.863 અદાણીનો મુદ્દો ફરી ઉછળ્યો! રાહુલ ગાંધીએ કહ્યું-'32 હજાર કરોડનું કૌભાંડ કર્યું'

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફરી એકવાર અદાણીનો મુદ્દો ઉઠાવીને મોદી સરકારને ઘેરી છે. વિદેશી અખબાર (લંડન) ફાઈનાન્સિયલ ટાઈમ્સને ટાંકીને રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે અદાણી ગ્રુપ પર 32 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “અગાઉ અમે 20 હજાર કરોડ રૂપિયાની વાત કરી હતી અને સવાલ પૂછ્યો હતો કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા. હવે સામે આવ્યું છે કે 20 હજાર કરોડ રૂપિયાનો આંકડો ખોટો હતો, તેમાં 12 હજાર કરોડ રૂપિયા ઉમેરવામાં આવ્યા છે અને કુલ આંકડો 32 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વીજળીનું બિલ વધારવા પાછળ અદાણી ગ્રુપનો હાથ છે. અદાણી જી ઈન્ડોનેશિયામાં કોલસો ખરીદે છે અને ભારતમાં તેનો દર બમણો થઈ જાય છે, તેઓ કોલસાના ભાવને ખોટી રીતે રજૂ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકો વીજળીની સ્વીચ ચાલુ કરે કે તરત જ પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. ભારતના પીએમ અદાણીનું રક્ષણ કરી રહ્યા છે. વિશ્વના અન્ય દેશોમાં તપાસ થઈ રહી છે, પરંતુ ભારતમાં અદાણીને બ્લેન્ક ચેક આપવામાં આવ્યો છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. લોકોએ 32 હજાર કરોડ રૂપિયાનો આંકડો યાદ રાખવો જોઈએ. પીએમ અદાણીની તપાસ કેમ નથી થતી?

રાહુલ ગાંધીએ કહ્યું કે, અદાણી જે ઈચ્છે તે તેમને મળી જાય છે. અદાણીમાં એવુ તે શું છે કે, હાલની મોદી સરકાર અદાણીની તપાસ કરાવી શકતી નથી, આખરે તેમની પાછળ કઈ શક્તિ કામ કરી રહી છે. આ તાકાતને આખો દેશ જાણે છે.

અદાણી અને શરદ પવારની મુલાકાત પર સવાલ કેમ ઉઠાવી રહ્યા નથી?

અદાણી મુદ્દે INDIA ગઠબંધન એક થયા છતા શરદ પવારના અદાણી સાથે મુલાકાત પર સવાલ કેમ કરી રહ્યા નથી? આ સવાલને જવાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મે શરદ પવારને નથી પુછ્યું, તે ભારતના પીએમ નથી. શરદ પવારનો બચાવ નથી કરી રહ્યો. અદાણી, મિસ્ટર મોદી છે અને તેથી મે મિસ્ટર મોદીને આ સવાલ કર્યો છે. જો શરદ પવાર ભારતના પીએમ હોત અને અદાણીની રક્ષા કરી રહ્યા હોત, મે શરદ પવારને પણ આ જ સવાલ પુછ્યો હોત.

INDIA ગઠબંધનની સરકાર બને તો બાદ શું અદાણી બિઝનેસ કરી શકશે?

જ્યારે રાહુલ ગાંધીને પૂછ્યું કે,INDIA ગઠબંધનની સરકાર બને તો અદાણી બિઝનેસ કરી શકશે? શું સરકાર તેની તપાસ કરાવશે? આ સવાલનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જરૂર તપાસ કરાવી છું,અદાણી જ હી કોઈ પણ 32 હજાર કરોડની ચોરી કરશે તેની તપાસ થશે.


whatsapp ad White Font big size 2 4 અદાણીનો મુદ્દો ફરી ઉછળ્યો! રાહુલ ગાંધીએ કહ્યું-'32 હજાર કરોડનું કૌભાંડ કર્યું'


આ પણ વાંચો: Subscription Plan/ એલન મસ્કનો મોટો દાવ, હવે ‘X’ પર પોસ્ટ માટે પણ ચૂકવવા પડશે પૈસા!

આ પણ વાંચો: Ambalal Forecast/ ગુજરાત પર ત્રાટકશે તેજ વાવાઝોડુઃ અંબાલાલની આગાહી

આ પણ વાંચો: Jammu Kashmir/ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, BSFના બે જવાનોને ગોળી વાગી