Not Set/ વડોદરામાં વરસાદી પાણી ઓસરતા શાળા-કોલેજો શરૂ, ઘરની બહાર નિકળતા બાળકો દેખાયા ખુશ

વડોદરામાં વરસાદનાં કારણે છેલ્લા ઘણા દિવસોથી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે આજે પાંચ દિવસ બાદ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, 1 તારીખે પ્રાથમિક શાળાની પરીક્ષા લેવામાં આવવાની હતી જેને હવે રદ્દ કરી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે. વડોદરામાં ભારે વરસાદનાં […]

Gujarat Vadodara
vadodara school વડોદરામાં વરસાદી પાણી ઓસરતા શાળા-કોલેજો શરૂ, ઘરની બહાર નિકળતા બાળકો દેખાયા ખુશ

વડોદરામાં વરસાદનાં કારણે છેલ્લા ઘણા દિવસોથી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે આજે પાંચ દિવસ બાદ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, 1 તારીખે પ્રાથમિક શાળાની પરીક્ષા લેવામાં આવવાની હતી જેને હવે રદ્દ કરી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે.

વડોદરામાં ભારે વરસાદનાં કારણે જનજીવન ખોરવાયુ હતુ જેને પગલે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારે આજે પાંચ દિવસનાં વિરામ બાદ શાળા અને કોલેજો પુન: ધમધમી ઉઠી છે. પાંચ દિવસથી બાળકોની કિલકારીઓથી વંચિત શાળાઓમાં આજે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. જો કે વડોદરામાં હજુ ભારે વરસાદની આગાહી હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવામાં ડરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદનાં પગલે ઘરમાં જ રહેવા મજબૂર બનેલા બાળકો પાંચ દિવસ બાદ શાળાએ આવ્યા છે, ત્યારે શાળાએ આવવાની અને એકબીજાને મળવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખી શકાય છે. વરસાદી પાણી ઓસરતા શાળામાં સાફ-સફાઇ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. વડોદરામાં રોગચાળો ન ફેલાય તે માટે કોઇ પણ પ્રકારની ગંદકી ન ફેલાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.