IPL/ હીટમેન કહેવાતા રોહિત શર્માએ વર્કઆઉટ વીડિયો શેર કરતા કહ્યુ- કાઉન્ટડાઉન શરૂ

આઇપીએલ 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચથી શરૂ થશે.

Sports
1 277 હીટમેન કહેવાતા રોહિત શર્માએ વર્કઆઉટ વીડિયો શેર કરતા કહ્યુ- કાઉન્ટડાઉન શરૂ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 નાં ​​બીજા તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આઇપીએલ 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચથી શરૂ થશે. આઇપીએલનો પ્રથમ તબક્કો ભારતમાં રમાયો હતો, જ્યાં બાયો બબલમાં કોવિડ-19 કેસ આવ્યા બાદ ટૂર્નામેન્ટને 29 મેચ બાદ મુલતવી રાખવી પડી હતી. મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા યુએઈમાં ફરજિયાત આઇસોલેશન પૂર્ણ કર્યા બાદ મેદાનમાં પરત ફર્યા છે. મેચનાં બે દિવસ પહેલા રોહિતે વર્કઆઉટનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Cricket / ધોની બાદ CSK નાં કેપ્ટન કોણ હશે? રવિન્દ્ર જાડેજાએ આપ્યો એવો જવાબ કે Twitter પર થયો ટ્રોલ

આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માનાં પ્રેક્ટિસ સેશનનો વીડિયો શેર કર્યો છે. પ્રથમ તબક્કાનાં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોનીનાં નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ બીજા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ચોથા સ્થાને છે. CSK એ પ્રથમ તબક્કામાં સાતમાંથી પાંચ મેચ જીતી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે સાતમાંથી ચાર મેચ જીતી છે. પ્રથમ તબક્કામાં બંને ટીમો વચ્ચેની મેચ મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટે જીતી હતી. CSK એ પ્રથમ તબક્કામાં જે બે મેચ હારી છે, એક મુંબઈ ઇન્ડિયન્સ સામે, જ્યારે બીજી દિલ્હી કેપિટલ્સ સામે હારી છે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ રમ્યા બાદ રોહિત શર્મા પરત ફર્યો છે અને ત્યાં તેણે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત સારા ફોર્મમાં હશે પરંતુ તેને ટેસ્ટ ફોર્મેટમાંથી ટી 20 ફોર્મેટમાં શિફ્ટ થવા માટે વધારે સમય મળ્યો નથી.

https://www.instagram.com/reel/CTzL8CaBPMM/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – અલવિદા / કોહલીનાં વિરાટ Decision બાદ ગાંગુલી-શાહે આપ્યું મોટુ નિવેદન, જણાવ્યું કેમ તેઓ છોડશે Captainship

હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ મુંબઈ ઇન્ડિયન્સ માટે ચિંતાનું કારણ છે, જ્યારે CSK ની વાત આવે ત્યારે ફાફ ડુ પ્લેસીની ઈજા અને સેમ કરનનું પસંદગી માટે ઉપલબ્ધ ન રહેવુ મોટો માથાનો દુખાવો બની ગયો છે. સેમ કરન યુએઈ પહોંચી ગયો છે, પરંતુ છ દિવસનાં આઇસોલેશનનાં કારણે પ્રથમ મેચ રમી શકશે નહીં. વળી, ફાફ ડુ પ્લેસિસ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે તે સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં રમી શક્યો ન હતો.