નિર્ણય/ આણંદમાં RT-PCR લેબોરેટરી શરૂ થશે

આરટી-પીસીઆર લેબોરેટરી ચાલુ કરવામાં આવશે,

Gujarat
anand city આણંદમાં RT-PCR લેબોરેટરી શરૂ થશે

કોરોનાની બીજી લહેરે માઝા મૂકતાં કોરોના દર્દીઓની સંખ્યા પ્રત્યેક દિવસે વધી રહી છે આણંદમાં કોરોના સંક્રમણના કેસોમાં એકદમ ઉછાળ આવ્યો છે.આણંદમાં કેસો વધતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોનાના ટેસ્ટીંગ માટે આરટી-પીસીઆર લેબોરેટરી નથી જેના લીધે પરિસ્થિતિ ખુબ ગંભીર  છે. સેમ્પલ ટેસ્ટીંગ માટે અમદાવાદ મોકલવામાં આવે છે.જેના લીધે જિલ્લાની હાલત અત્યંત ખરાબ છે.

આણંદ જિલ્લામાં કોરોના દર્દીઓ માટે થતાં ટેસ્ટીંગના 1500 થી 1700 સેમ્પલ રોજ અમદાવાદ મોકલવામાં આવે છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાંથી દરરોજ સેમ્પલ ઉઘરાવીને અમદાવાદ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. રિપોર્ટને આવતાં 24 થી 72 કલાક થાય છે.

આણંદમાં છેલ્લા 24 કલાકમાં પાંચસોથી વધારે કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે તેથી તંત્ર હરકતાં આવી ગયું છે, લેબોરેટરીની સુવિધા ના હોવાથી આણંદ જિલ્લાને અગવડતા પડી રહી છે તેને ધ્યાનમાં લઇને આણંદ કલેકટરે એક અઠવાડિયામાં આરટી-પીસીઆર લેબોરેટરી ચાલુ કરવાના આયોજનમાં લાગી ગયાં છે.