Not Set/ પ્રાણની પરવા કર્યા વગર ૧.૫૦ લાખ કોરોનાના RTPCR ટેસ્ટનું કર્યું નિદાન

સર્વે સંન્ત્તુ નિરામયાના ભાવને સાર્થક કરતા હિંમતનગર સિવિલના લેબ.ટેકનિશિયનો 

Gujarat
vanchan 6 પ્રાણની પરવા કર્યા વગર ૧.૫૦ લાખ કોરોનાના RTPCR ટેસ્ટનું કર્યું નિદાન

સર્વે સંન્ત્તુ નિરામયાના ભાવને સાર્થક કરતા હિંમતનગર સિવિલના લેબ.ટેકનિશિયનો

સમગ્ર દેશ કોરોના મહામારીની વિકટ પરિસ્થતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજયમાં લોકોને આરોગ્ય સુવિધા સારી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આવા સંકટના સમયે આરોગ્ય કર્મીઓ બહુ ઉમદા સેવા કરી લોકોને મોતના મુખમાંથી બહાર લાવ્યા છે.

આવા જ એક એવા આરોગ્ય કર્મીઓ છે હોસ્પિટલના લેબ ટેકનિશિયન, કોઇપણ રોગના સારવાર માટે જરૂરી છે સચોટ નિદાન, જેના થકી દર્દીની સાચી દિશામાં સારવાર થઇ શકે છે. કોરોનાની મહામારી લોકોને મોતના મુખ માંથી બહાર લાવવાનું કામ કરી રહ્યા છે.  હિંમતનગર સિવિલ હોસ્પિટલના લેબોરેટરી ટેકનિશિયન કોરોનાની પ્રથમ લહેરમાં સાબરકાંઠા અને અરવલ્લીના દર્દીઓના રોગ પરિક્ષણના નમૂના અમદાવાદ મોકલવામાં આવતા હતા.  જેને લઇ દર્દીઓના સારવારમાં વિલંબ થતો પરંતુ પછીના ટૂંક સમયમાં હિંમતનગર સિવિલમાં RTPCR ટેસ્ટની સુવિધા શરૂ કરતા દર્દીઓને ઘણી રાહત થઇ.

vanchan 7 પ્રાણની પરવા કર્યા વગર ૧.૫૦ લાખ કોરોનાના RTPCR ટેસ્ટનું કર્યું નિદાન

તો વળી કોરોનાની બીજી લહેરમાં મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થતા મોટા પાયે લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં દરોજ્જ ૧૫૦૦ થી ૨૦૦૦ સેમ્પલનું નિદાન કરાતું હતું. જેમાં એક લાખથી વધુ સેમ્પલના સચોટ નિદાન કરવામાં આવ્યું. જયારે બન્ને લહેરના સમયગાળામાં ૧.૫૦ લાખ લોકોનું નિદાન કરી સારવારની સાચી દિશા ચિંધવાનું કામ કર્યું આ ઉપરાંત ૧૬,૯૫૦ રેપીડ એન્ટીજન તેમજ કોરોનાની અસરનું પ્રમાણતથા સારવાર નિર્દેશ આપતો CRP ના ૫૨૦૦ ટેસ્ટ કરાયા છે.

વર્તમાન સમયમાં મ્યુકર માઇકોસીસને લગતા આવતા દર્દીઓને ઇ.એન.ટી વિભાગ દ્વારા નિદાન અર્થે મોકલી આપવા આવતા તેમાં ૬૫ જેટલા ફંગસના દર્દીઓનું સચોટ નિદાન કરી ઉત્તમ સારવાર હાથ ધરાઇ છે. સિવિલ સર્જન ડૉ. આશિષ કાટારકર અને ડીન ડૉ. રાજીવ દેવેશ્વરના માર્ગદર્શન હેઠળ સહ પ્રાદ્યાપક, મદદનીશ પ્રાદ્યાપક, ટ્યુટર, લેબોરેટરી ટેકનીશીયનો, સફાઈ કર્મચારીઓ તથા ડેટા ઓપરેટરની ટીમે સતત કાર્યરત રહીને સર્વોત્તમ કામગીરી કરી રહી છે.