Shakarsingh Vaghela/ ક્ષત્રિયોની ભાવના અને અસ્મિતા પર પ્રહાર કર્યા છે રૂપાલાએઃ વાઘેલા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના પગલે ક્ષત્રિય સમાજમાં ભારે ગુસ્સો છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતર્યા છે.

Top Stories Gujarat Trending Breaking News
Beginners guide to 2024 04 02T140827.662 ક્ષત્રિયોની ભાવના અને અસ્મિતા પર પ્રહાર કર્યા છે રૂપાલાએઃ વાઘેલા

રાજકોટઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના પગલે ક્ષત્રિય સમાજમાં ભારે ગુસ્સો છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતર્યા છે. તેમણે જણાવ્યું હતું કે પરષોત્તમ રુપાલાના નિવેદને ક્ષત્રિયોની ભાવના અને અસ્મિતા પર પ્રહાર કર્યા છે, તેથી રાજકોટ ભાજપના ઉમેદવાર બદલવા જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે તેમને લાગતું હતું કે ભાજપ હાઇકમાન્ડ પગલાં લેશે પણ લેવાયા નથી. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન આપવું પડે. દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત રચાઈ હતી. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. જો સરકારમાં જનભાવના સમજવાની ક્ષમતા હોય તો તેનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કરવો જોઈએ. જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લઈ શકે તો રાજકોટ ભાજપની રાજકોટ કચેરીને તાળા વાગી જશે.

શંકરસિંહે આરોપ લગાવ્યો હતો કે જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો લોકોમાં એવો સંદેશ જશે કે ભાજપ હાઈકમાન્ડની આમા સંમતિ છે. તેથી ભાજપ માટે આ મુદ્દે ઉમેદવાર બદલવા સિવાય કોઈ આરો નથી. તેમણે જણાવ્યું હતું કે આ કિસ્સો માફી માંગવાનો નથી. ક્ષત્રિયો માથા ઉતારી આપવામાં જરા પણ સંકોચ કરે તેવા નથી. આ લડાઈ ભાજપ સામે નથી, પણ આ પ્રકારની માનસિકતા સામે છે. જો ભાજપ રૂપાલાના આક્ષેપ સાથે સંમત ન હોય તો ઉમેદવાર બદલે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની કોર્ટે 96 વર્ષના વૃદ્ધને 35 વર્ષ જૂના કેસમાં સંભળાવી એવી સજા કે તમે જાણીને….

આ પણ વાંચો:લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે BIS ની મોટી કાર્યવાહી, દરોડા પાડીને માલ કર્યો જપ્ત

આ પણ વાંચો:સૌરાષ્ટ્રની જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ, ખાનગી શાળાઓએ નવા વર્ષની ફીમાં કર્યો તોતિંગ વધારો

આ પણ વાંચો:એક, બે નહીં, 800 કોંગ્રેસના કાર્યકરોએ પક્ષ બદલ્યો, આ રાજ્યમાં થયું સૌથી મોટું રાજકીય પરિવર્તન