ગાંધીનગર/ GST વિભાગના કાર એસેસરીઝ બજારમાં દરોડાને પગલે સન્નાટો

ગાંધીનગર જીએસટીના અધિકારીઓને માહિતી મળી હતી કે ચોક્કસ કોમોડીટીઝમાં મોટા પ્રમાણમાં જીએસટીની ચોરી થઈ રહી છે. જેના આધારે જ ગાંધીનગરથી મળેલા આદેશ મુજબ આ દરોડા પાડવામાં આવ્યા હતા.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 10 26T201731.839 GST વિભાગના કાર એસેસરીઝ બજારમાં દરોડાને પગલે સન્નાટો

@નિકુંજ પટેલ

Gandhinagar News: GST વિભાગના અધિકારીઓએ કાર એસેસરીઝ બજારમાં અચાનક દરોડા પાડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો છે. અધિકારીઓએ મિઠાખળી આજુબાજુના કાર એસેસરીઝ બજારમાં દરોડા પાડીને તપાસ શરૃ કરતા બજારમાં સોંપો પડી ગયો છે. ગાંધીનગરથી સ્ટેટ જીએસટી વિભાગ તરફથી મળેલા આદેશને પગલે આ દરોડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એસેસરીઝ બજારમાં પડેલા જીએસટીના દરોડાની કાર્યવાહીને પગલે એસેસરીઝના કામ માટે આવેલી કારોનું કામકાજ બંધ કરી દીધું હતું. તે સિવાય આ તમામ ગાડીઓ પણ હટાવી દીધી હતી. એસેસરીઝના એક મોટા વેપારીની ઓફિસમા બેસીને જ જીએસટી અધિકારીઓ તપાસ શરૂ કરતા હવે જીએસટીની ચોરી કરનારા તત્વો સામે કડક હાથે કામ લેવાશે એવો મેસેજ આપ્યો છે. આ વેપારીઓએ કરોડોની જીએસટી ચોરી કરી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ગાંધીનગર જીએસટીના અધિકારીઓને માહિતી મળી હતી કે ચોક્કસ કોમોડીટીઝમાં મોટા પ્રમાણમાં જીએસટીની ચોરી થઈ રહી છે. જેના આધારે જ ગાંધીનગરથી મળેલા આદેશ મુજબ આ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ કોસ્મેટીક મટિરીયલ, કોસ્મેટીક સર્જરી, સિરામીક. ટ્યુશન ક્લાસીસ ઉપરાંત હેર ટ્રાન્સ પ્લાન્ટ, ટુર ઓપરેટરો અને બ્યુટી ટ્રીટમેન્ટ પુરી પાડતી સંસ્થાઓ પર દરોડા પાડીને કરોડોની જીએસટી ચોરી ઝડપી પાડી હતી. તે સિવાય તપાસ કરતી વેળાએ જ કરોડો રૂપિયાની વસુલાત કરવામાં આવી હોવાનું પણ કહેવાય છે.

જીએસટીના અધિકારીઓને તપાસ દરમિયાન જ જાણવા મળ્યું હતું કે કાર એસેસરીઝના વેપારીઓ રોકડમાં જ નાણાં સ્વીકારે છે અને જીએસટીની મોટા પ્રમાણમાં ચોરી કરતા હોવાની ફરિયાદો મળી હતી. જેને આધારે અધિકારીઓએ એસેસરીઝ બજારમાં દરોડા સાથે હિસાબ કિતાબ ચેક કરવાનું શરૂ કર્યું હતું. મીઠાખળી ઉપરાંત એસેસરીઝની એસજી હાઈવે પરની કેટલીક દુકાનોમાં પણ જીએસટીની ચોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો પણ વિભાગને મળી છે. આ દરોડાને પગલે કેટલાક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 GST વિભાગના કાર એસેસરીઝ બજારમાં દરોડાને પગલે સન્નાટો


આ પણ વાંચો:જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

આ પણ વાંચો:100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આ પણ વાંચો:દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ