Not Set/ કાંકરેજમાં રેતીચોરી પકડાઈ, સરકારને અંધારામાં રાખી થઈ રહી હતી ચોરી

શિહોરી પોલીસ દ્વારા દંડનીય અને શિક્ષાત્મક પગલાં લેતાં હડકંપ મચી જવા પામ્યો છે.

Gujarat
IMG 20210803 WA0015 કાંકરેજમાં રેતીચોરી પકડાઈ, સરકારને અંધારામાં રાખી થઈ રહી હતી ચોરી

 

@ચેહરસિંહ વાઘેલા,  બનાસકાંઠા , મંતવ્ય ન્યુઝ

કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રેતી ખનન પર રોયલ્ટી વગર ના વાહનો પર શિહોરી પોલીસ ની લાલ આંખ.

IMG 20210803 WA0016 કાંકરેજમાં રેતીચોરી પકડાઈ, સરકારને અંધારામાં રાખી થઈ રહી હતી ચોરી

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં થી રેતી ખનન કરતા ભૂમાફિયા ઓ દ્રારા રોયલ્ટી ની ચોરી કરવા માટે જાણીતા છે ત્યારે હવે એમની ખેર નથી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે નવા પીએસઆઇ એચ એલ જોષી ની એન્ટ્રી થતાં જ ભૂમાફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે એક ટ્રુબો ડમ્પર તથા ટ્રેકટર ને શિહોરી પોલીસે ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જોકે અગાઉ પણ આવા રેતી ભરી ને જતા વાહનો ની તપાસ કરી ને પાસ પરમીટ તેમજ રોયલ્ટી વગરના વાહનો પર સખ્ત કાર્યવાહી કરી ને રીપોર્ટ પાલનપુર ભૂસ્તર વિભાગ માં મોકલી આપી ને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે બનાસ નદીના પટમાં રાત દિવસ મોટા પ્રમાણમાં રેતી ખનન પર પોલિસ અને ખાણ ખનીજ વિભાગ ની ટીમ દ્વારા સતત વોચ રાખી ને આવા વાહનો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે હવે લીઝ ધારકો અને વાહન ચાલકો અને રોયલ્ટી ભર્યા વગર જતાં તમામ વાહનો પર કડક કાર્યવાહી કરી ને શિહોરી પોલીસ દ્વારા દંડનીય અને શિક્ષાત્મક પગલાં લેતાં હડકંપ મચી જવા પામ્યો છે.