ક્યાંથી ભણશે ગુજરાત/ શક્તિસિંહના પ્રહારઃ શાળાઓમાં એડમિશન ન લેવાના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

ગુજરાતના શિક્ષણને લઈને સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ દર વર્ષે અંદાજિત એક લાખ છ હજાર વિદ્યાર્થીઓ શાળાનું પગથિયુ જ ચઢી શકતા નથી.

Top Stories Gujarat
Shaktisingh Gohil શક્તિસિંહના પ્રહારઃ શાળાઓમાં એડમિશન ન લેવાના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

ગુજરાતના સાંસદ શક્તિસિંહ ગોહેલે (ShaktiSingh Gohil) રાજ્ય સરકાર પર શિક્ષણની સ્થિતિને Shaktisingh Gohil Attack લઈને આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતના શિક્ષણને લઈને સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ દર વર્ષે અંદાજિત એક લાખ છ હજાર વિદ્યાર્થીઓ શાળાનું પગથિયુ જ ચઢી શકતા નથી. આ સાથે શાળામાં એડમિશન ન લેવાના કિસ્સામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે.

શક્તિસિંહ ગોહેલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે આ માટે Shaktisingh Gohil Attack ગુજરાત સરકારની શિક્ષણ નીતિ જવાબદાર છે. ગુજરાત સરકારે અપનાવેલી શિક્ષણ નીતિ પાછળ ભાજપ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. શક્તિસિંહનો આરોપ હતો કે રાજ્ય સરકાર અમુક ગામડાઓ અને શહેરોમાં સરકારી શાળાઓ રીતસરની બંધ કરી રહી છે અને તેની સામે ખાનગી Shaktisingh Gohil Attack સ્કૂલોને શિક્ષણનો વેપલો કરવાની છૂટ આપી રહી છે.

ગુજરાતની ભાજપ સરકારે શિક્ષણને સેવાનું માધ્યમ બનાવવાના બદલે અને લોકોનું સામાજિક ઉત્થાન કરવાના બદલે શિક્ષણને વેપલાનું માધ્યમ બનાવી દીધું છે. તેના લીધે ખાનગી શાળાઓનું એટલું મોંઘું શિક્ષણ ગરીબ વિદ્યાર્થીઓને પરવડતું જ નથી Shaktisingh Gohil Attack અને બીજી બાજુએ સરકારી શાળા તે વિસ્તારમાં હોતી નથી. તેથી દર વર્ષે ગુજરાતમાં એક લાખ વિદ્યાર્થીઓ શાળા જોઈ શકતા જ નથી. આના લીધે શિક્ષણમાં એડમિશન ન લેવાના મુદ્દે ગુજરાત ત્રીજા ક્રમે છે.

શક્તિસિંહે વધુ પ્રહાર કરતા જણાવ્યું હતું કે વર્તમાન સરકાર શિક્ષણનું વ્યાપારીકરણ કરીને ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગનું બાળક તો શિક્ષણ જ ન લઈ શકે તેટલું મોંઘુ શિક્ષણ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.  તેના લીધે રાજ્યમાં ગરીબોના બાળકોએ શિક્ષણથી વંચિત રહેવાની ફરજ પડી છે.

હજી ગયા વર્ષે જ આપના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતમાં Shaktisingh Gohil Attack આવીને સ્કૂલની મુલાકાત લઈને રાજ્યના શિક્ષણ જગતની પોલ ખોલી નાખી હતી. કદાચ હાલમાં તેઓ જેલમાં પણ આ જ કારણસર ગયા હોઈ શકે છે. પણ આજે સંસદમાં રજૂ થયેલા આંકડાએ દર્શાવ્યું છે કે ગુજરાતમાં દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચી જ શકતા નથી. બીજી બાજુ સરકાર એક પછી એક ખાનગી શાળાઓ ખોલી રહી છે અને સરકારી શાળાઓને પહેલા મર્જ કરે છે અને પછી બંધ કરે છે. ગુજરાત સરકારની શિક્ષણ નીતિ મુજબ તો આગામી બે દાયકામાં કદાચ સરકારી સ્કૂલોનો એકડો જ નીકળી જાય તો આશ્ચર્ય નહી લાગે.

 

આ પણ વાંચોઃ Helicopter Crashed/ અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ, સર્ચ ઓપરેશન શરૂ

આ પણ વાંચોઃ Shivrajsingh Chauhan/ મધ્યપ્રદેશમાં ભાજપનો ચહેરો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જ રહેશે

આ પણ વાંચોઃ Earthquake/ ન્યૂઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપઃ તુર્કીની યાદ અપાવી