China-Kindtergardenattack/ ચીનમાં નર્સરી સ્કૂલ પર હુમલામાં છના મોત અને એક ઇજાગ્રસ્ત

ચીનના ગ્વાંગડોંગ પ્રાંતમાં એક નર્સરી સ્કૂલની ઘટનામાં છના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં અન્ય એક ઘાયલ થયો છે.

Top Stories World
China Kindtergarden attack ચીનમાં નર્સરી સ્કૂલ પર હુમલામાં છના મોત અને એક ઇજાગ્રસ્ત

ચીનના ગ્વાંગડોંગ પ્રાંતમાં એક નર્સરી સ્કૂલની ઘટનામાં છના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં અન્ય એક ઘાયલ થયો છે. અહેવાલોમાં પ્રાંતીય સરકારના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં એક શિક્ષક, ત્રણ વિદ્યાર્થીનીઓ અને એક પતિ-પત્નીનો સમાવેશ છે.

આરોપીની ધરપકડ

આ ઘટના આજે સવારે બની હતી. પોલીસે હુમલાના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે માહિતી આપી છે કે આરોપીનું નામ વુ છે અને તેની ઉંમર લગભગ 25 વર્ષ છે. પોલીસે કહ્યું છે કે આરોપીઓએ જાણી જોઈને તેમના પર હુમલો કર્યો હતો. ચીનમાં સામાન્ય રીતે આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં દેશમાં છરી વડે હુમલાની ઘટનાઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં ત્યાંની શાળાઓમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે.

નર્સરી સ્કૂલ પર હુમલાખોરે છરીથી હુમલો કર્યો

ગયા વર્ષે ઓગસ્ટમાં, દક્ષિણપૂર્વ જિયાંગસી પ્રાંતની એક નર્સરી સ્કૂલ પર હુમલાખોરે છરીથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત એપ્રિલ 2021માં બેઈલીયુ શહેરમાં સામૂહિક છરાબાજી દરમિયાન બે બાળકો માર્યા ગયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા.

 

આ પણ વાંચોઃ Jaishankar Nomination/ ભાજપના ઉમેદવાર એસ જયશંકરે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ

આ પણ વાંચોઃ Goa Rabari/ ગોવા રબારીને પક્ષપલ્ટો ફળ્યોઃ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવાયા

આ પણ વાંચોઃ Heavy Rain/  જાપાનમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનમાં 6 લોકો લાપતા, 1.7 મિલિયન લોકોને સલામત સ્થળે જવાની ચેતવણી

આ પણ વાંચોઃ Politics/   બંગાળની હિંસા પર દિગ્વિજય સિંહે કહ્યું- આ સહન કરી શકાય નહીં