Not Set/ VIDEO : જુઓ, કેરેબિયન ખેલાડી ડ્વેન બ્રાવોનો “ચીકન ડાન્સ”, તમારું હસવાનું નહિ રોકી શકો

દુબઈ, યુએઈમાં રમાઈ રહેલા ટી-૧૦ ક્રિકેટ લીગમાં રનના ઢગલા, ચોક્કા – છક્કાની રમઝટ અને સાથે સાથે ખેલાડીઓનો પણ ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારે વેસ્ટ ઇન્ડીઝના ધુરંધર ખેલાડી અને હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર્ડ થયેલા ડ્વેન બ્રાવોને મેદાનમાં ડાન્સ દ્વારા પોતાનો જલવો બતાવ્યો છે અને સ્ટેડિયમમાં ઉપસ્થિત તમામ દર્શકોને પોતાની તરફ કરી […]

Trending Sports Videos
t 10 league uae VIDEO : જુઓ, કેરેબિયન ખેલાડી ડ્વેન બ્રાવોનો "ચીકન ડાન્સ", તમારું હસવાનું નહિ રોકી શકો

દુબઈ,

યુએઈમાં રમાઈ રહેલા ટી-૧૦ ક્રિકેટ લીગમાં રનના ઢગલા, ચોક્કા – છક્કાની રમઝટ અને સાથે સાથે ખેલાડીઓનો પણ ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે.

આ જ પ્રકારે વેસ્ટ ઇન્ડીઝના ધુરંધર ખેલાડી અને હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર્ડ થયેલા ડ્વેન બ્રાવોને મેદાનમાં ડાન્સ દ્વારા પોતાનો જલવો બતાવ્યો છે અને સ્ટેડિયમમાં ઉપસ્થિત તમામ દર્શકોને પોતાની તરફ કરી દીધા હતા.

હકીકતમાં, ટી-૧૦ ક્રિકેટ લીગમાં મરાઠા અરેબિયંસ અને બંગાળ ટાઈગર્સ વચ્ચેની મેચમાં ડ્વેન બ્રાવોએ એક કેચ પકડીને “ચીકન ડાન્સ” કર્યો હતો.

મરાઠા અરેબિયંસ ટીમ તરફથી રમતા બ્રાવોએ બંગાળ ટાઈગર્સના ખેલાડી મોહમ્મદ નબીએ હવામાં શોટ માર્યો હતો અને ત્યારબાદ આ કેચ લપકીને મેદાનમાં ડાન્સ શરુ કરી દીધો હતો. ત્યારબાદ આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ગયો હતો.